સિક્સર 'કિંગ' યુવરાજ ટી-20 વર્લ્ડકપનો બન્યો બ્રાન્ડ એમ્બેસેડર
ટી-20 વર્લ્ડકપ શરૂ થવામાં હવે માંડ એક મહિનો બાકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્

ટી-20 વર્લ્ડકપ શરૂ થવામાં હવે માંડ એક મહિનો બાકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજ સિંહને ટી-20 વર્લ્ડ કપ 2024ના એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ આઈસીસીએ યુસૈન બોલ્ટને પણ ટી-20 વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા.
યુવરાજ સિંહે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી
યુવરાજ સિંહે ટી-20 વર્લ્ડ કપ 2024ના એમ્બેસેડર બનવા પર ખુશી વ્યક્ત કરી છે. યુવરાજ સિંહ કહ્યું કે, 'ટી-20 વર્લ્ડકપ સાથે કેટલીક સુંદર યાદો જોડાયેલી છે, જેમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારવાનો પણ સમાવેશ થાય છે. યુવરાજે 2007 ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
આંતરરાષ્ટ્રીય કરિયર પર એક નજર
યુવરાજ સિંહે 2007 ટી-20 વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપ 2011માં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજે 304 વન-ડે 36.55ની એવરેજથી 8701 રન બનાવ્યા હતા. વન ડે ઈન્ટરનેશનલમાં યુવીના નામે કુલ 14 સદી અને 52 અડધી સદી ફટકારી છે. યુવરાજ સિંહે 40 ટેસ્ટ મેચોમાં કુલ 1900 રન બનાવ્યા છે. આ સિવાય યુવરાજે 58 T20 ઈન્ટરનેશનલ મેચ રમીને 1177 રન બનાવ્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યુવરાજના નામે કુલ 148 વિકેટ છે.






