મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ICC Test Ranking: યશસ્વી જયસ્વાલની ટોપ-5માં એન્ટ્રી, કોહલી-રોહિતને નુકસાન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે આઈસીસીએ નવી રેન્કિંગ જારી કરી છે.

ICC Test Ranking: યશસ્વી જયસ્વાલની ટોપ-5માં એન્ટ્રી, કોહલી-રોહિતને નુકસાન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે આઈસીસીએ નવી રેન્કિંગ જારી કરી છે. જેમાં ભારતીય ટીમના યુવા સ્ટાર ખેલાડી જયસ્વાલને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માને નુકસાન થયું છે. યશસ્વી જયસ્વાલ 751 પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં પાંચમાં ક્રમે છે.  જ્યારે ઋષભ પંત છઠ્ઠા સ્થાને છે.

રોહિત શર્મા ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 5 સ્થાન નીચે સરકીને 716 પોઈન્ટ સાથે 10માં નંબર પર પહોંચી ગયો છે. આ સિવાય વિરાટ કોહલી 709 પોઈન્ટ સાથે 12મા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ 899 પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને છે. 

ટી-20 બેટિંગ રેન્કિંગમાં ટ્રેવિસ હેડ પ્રથમ ક્રમે

આ સિવાય ODI બેટિંગ રેન્કિંગમાં રોહિત શર્મા નંબર 2 અને વિરાટ કોહલી નંબર 4 પર છે જ્યારે શુભમન ગિલ ત્રીજા નંબર પર છે. અહીં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોપ નંબર પર છે. ટી-20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ 881 રેટિંગ સાથે ટોપ પર છે. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ 805 રેટિંગ સાથે બીજા સ્થાને છે. આ પછી ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ ત્રીજા સ્થાને છે અને યશસ્વી જયસ્વાલ 757 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. પાકિસ્તાનના ખેલાડી બાબર આઝમ 755 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.

ટેસ્ટ બોલિંગમાં અશ્વિન ટોપ પર

ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ભારતના સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન 871 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ જસપ્રીત બુમરાહ 854 રેટિંગ સાથે બીજા સ્થાને છે. ODI બોલિંગ રેન્કિંગમાં ટોપ-5માં સ્થાન મેળવનાર કુલદીપ એકમાત્ર ભારતીય છે. 

આ સમાચાર શેર કરો