WWEના સુપરસ્ટાર્સ Hulk Hoganનું નિધન, જાણો કેટલી હતી નેટવર્થ?

WWEના સૌથી મોટા સુપરસ્ટાર્સમાંથી એક Hulk Hogan હવે આ દુનિયામાં નથી. 71 વર્ષની ઉંમરમાં તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. તે WWEની દુનિયાનું જાણીતું નામ હતું. કેટલાક અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્યને લઇને તમામ વાતો કહેવામાં આવતી હતી. કેટલાક લોકોનું એમ કહેવું હતું કે તે કોમામાં છે પરંતુ તેના પત્નીએ આ વાતોને અફવા ગણાવી હતી. Hulk Hoganને WWEમાં નામ કમાવ્યું છે અને ઘણી સંપત્તિ બનાવી છે. આ દરમિયાન WWEના સુપરસ્ટાર્સની નેટવર્થ વિશે જાણીયે...
Hulk Hoganની કેટલી છે નેટવર્થ
80 અને 90 દાયકા કરતા Hulk Hogan ચર્ચામાં હતો અને આખી દુનિયા તેને સારી રીતે ઓળખે છે. હલ્ક હોગને (Hulk Hogan)એ WWEમાંથી પૈસા તો કમાવ્યા છે જ સાથે સાથે રેસલિંગ, ફિલ્મ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કમાણી કરી છે, તેની પાસે કૂલ 25 મિલિયન અમેરિકન ડૉલરની સંપત્તિ હતી. Hulk Hoganએ ફિલ્મો અને ટીવી શો જેવા નો હોલ્ડ્સ બાર્ડ, મિસ્ટર નૈની અને 3 નિન્જા: હાઇ નૂન એટ મેગા માઉન્ટેન વગેરેમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેમને VH1ના રિયાલિટી શો હોગન નોજ બેસ્ટમાં પણ કામ કર્યું છે.
આ વસ્તુમાંથી પણ કમાણી કરતો હતો Hulk Hogan
Hulk Hogan માત્ર WWEથી કમાણી નથી કરતો પણ તેના કેટલાક બિઝનેસ પણ હતા. વર્ષ 2012માં તેને પોતાનો બાર અને રેસ્ટોરન્ટ, હોગન બીચ શોપ ખોલી હતી પરંતુ 2015માં હોગનના જાતીય ટિપ્પણી ધરાવતા રેકોર્ડિંગ સામે આવ્યા બાદ રેસ્ટોરન્ટ છોડી દીધુ હતું. આ સિવાય તેને ક્લિયરવોટર અને ઓરલેન્ડોમાં હોગન બીચ બ્રાન્ડના રિટેલ શોપ પણ ખોલ્યા હતા.
ટ્રમ્પના સમર્થક
Hulk Hogan તાજેતરના વર્ષોમાં રાજનીતિમાં પણ સક્રિય હતો. તે ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરતો હતો અને MAGA આંદોલન સાથે પણ જોડાયેલો હતો. 2024ના રિપબ્લિકન નેશનલ કન્વેશનમાં હલ્ક હોગને ભાષણ વચ્ચે પોતાનું શર્ટ ફાડીને નીચે ટ્રમ્પ/વેન્સ કેમ્પેનની ટી શર્ટ બતાવી હતી. તે રિંગમાં અવાર નવાર આવું કરતો હતો. ટ્રમ્પ લાંબા સમયથી કુશ્તીમાંથી ફૈન અને WWE હોલ ઓફ ફેમ રહ્યો છે.

