WPL 2026માં આજે રમાશે ડબલ હેડર, બપોરે યુપી-ગુજરાત તો સાંજે દિલ્હી-મુંબઈ વચ્ચે ટક્કર; બમણો થશે ક્રિકેટનો આનંદ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની શરૂઆત શાનદાર અંદાજમાં થઈ હતી. ટુર્નામેન્ટની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાઈ હતી. જેમાં RCBએ છેલ્લી બોલ પર MIને હરાવીને જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. હવે આજે (10 જાન્યુઆરી) લીગનો રોમાંચ ડબલ થવાનો છે, કારણ કે આજે WPL 2026નો પહેલો અને એકમાત્ર ડબલ હેડર રમાશે. ડબલ હેડર એટલે કે એક જ દિવસમાં બે મેચ.
આજે ડબલ હેડરની પહેલી મેચ યુપી વોરીસિયર્સ (UP) અને ગુજરાત જાયન્ટ્સ (GG) વચ્ચે રમાશે. આ મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ બંને મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ ગઈકાલની હારને ભૂલાવીને જીત સાથે કમબેક કરવા ઈચ્છશે. જ્યારે અન્ય ત્રણેય ટીમો પણ જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવા માંગશે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
સૌથી પહેલા UP અને GGના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 6 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમોએ એક સમાન એટલે કે 3-3 મેચ જીતી છે, હવે આજે જે ટીમ મુકાબલો જીતશે તે આ રેકોર્ડમાં લીડ મેળવશે. બીજી તરફ DC અને MIનો હેડ-ટુ-હેડ રેકોર્ડ જોઈએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 8 મેચ રમાઈ છે, આ બંને ટીમો વચ્ચે પણ કઠીન સ્પર્ધા જોવા મળી છે, બંનેએ 4-4 મેચ જીતી છે. આમ છતાં મુંબઈનું પલડું ભારે છે, કારણ કે મુંબઈએ WPLની બે ફાઈનલમાં દિલ્હીને હરાવ્યું છે. WPL 2023 અને 2025ની ફાઈનલમાં MIએ DCને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
WPL 2026 માટે ટીમોની સ્કવોડ
યુપી વોરિયર્સ
મેગ લેનિંગ (કેપ્ટન), શ્વેતા સેહરાવત, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, ફીબી લિચફિલ્ડ, કિરણ નવગીરે, હરલીન દેઓલ, ક્રાંતિ ગૌડ, આશા શોભના, ડિએંન્ડ્રા ડોટિન, શિખા પાંડે, ક્લો ટાયરોન, શિરપા ગિરી, સિમરન શેખ, ચાર્લી નોટ, સુમન મીના, જી તૃષા, પ્રતિકા રાવલ.
ગુજરાત જાયન્ટ્સ
એશ્લે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની, સોફી ડિવાઇન, રેણુકા સિંહ ઠાકુર, ભારતી ફુલમાલી, ટાઇટસ સાધુ, કાશ્વી ગૌતમ, કનિકા આહુજા, તનુજા કંવર, જ્યોર્જિયા વેરહેમ, અનુષ્કા શર્મા, હેપ્પી કુમારી, કિમ ગર્થ, યાસ્તિકા ભાટિયા, શિવાની સિંહ, ડેનિયલ વ્યાટ-હોજ, રાજેશ્વરી ગાયકવાડ, આયુષી સોની.
દિલ્હી કેપિટલ્સ
જેમિમા રોડ્રિગ્સ (કેપ્ટન), શેફાલી વર્મા, અલાના કિંગ, મેરિઝાન કેપ, નિકી પ્રસાદ, લૌરા વોલ્વાર્ડટ, ચિનેલ હેનરી, શ્રી ચરાની, સ્નેહ રાણા, લિઝેલ લી, દિયા યાદવ, તાન્યા ભાટિયા, નંદિની શર્મા, મમતા માડીવાલા, લ્યુસી હેમિલ્ટન, મીનુ મન્ની.
મુંબઈ ઈન્ડિયન્સ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), નેટ સાઈવર, હેલી મેથ્યુઝ, અમનજોત કૌર, જી કમલિની, અમેલિયા કેર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, રહિલા ફિરદૌસ, સજીવન સજના, નિકોલ કેરી, સાયકા ઈશાક, ત્રિવેણી વશિષ્ઠ, પૂનમ ખેમનાર, નલ્લા રેડ્ડી, મિલી ઇલિંગવર્થ.

