Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Women's World Cup 2025 IND W vs AUS W 2nd semifinal details

Women's World Cup 2025 / આજે બીજી સેમીફાઈનલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા, જાણો લાઈવ સ્ટ્રીમિંગ સહિતની વિગતો

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Women's World Cup 2025 / આજે બીજી સેમીફાઈનલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા, જાણો લાઈવ સ્ટ્રીમિંગ સહિતની વિગતો
સોર્સ : GSTV

ભારત અને ઓસ્ટ્રેલિયા આજે (30 ઓક્ટોબર) ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફીનલમાં ટકરાશે. બંને ટીમો નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે ફાઈનલમાં સ્થાન મેળવવા માટે એકબીજાનો સામનો કરશે. આ મેચની વિજેતા ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે.

App Store

સાઉથ આફ્રિકાએ બુધવારે પ્રથમ સેમીફાઈનલમાં ઇઈનગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. દરમિયાન, ભારત અને ઓસ્ટ્રેલિયા ઉત્તમ ફોર્મમાં છે, અને નજીકની સ્પર્ધાની અપેક્ષા છે. મેચ પહેલા સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ, હેડ-ટુ-હેડ રેકોર્ડ અને લાઈવ સ્ટ્રીમિંગની વિગતો જાણી લો.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારો

ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારો જોવા મળશે. યુવા બેટ્સમેન પ્રતિકા રાવલ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. શેફાલી વર્મા તેના સ્થાને ભારતીય ઈનિંગની શરૂઆત કરશે. ઈજાને કારણે છેલ્લી મેચ ગુમાવનાર રિચા ઘોષ પણ ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ટીમમાં પરત ફરી શકે છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયા તે જ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારી શકે છે જેની સાથે તે આખી ટુર્નામેન્ટમાં અજેય રહી હતી.

હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમો અત્યાર સુધીમાં ODI ક્રિકેટમાં 60 વખત એકબીજા સામે આવી છે. ઓસ્ટ્રેલિયાએ આમાંથી 49 મેચ જીતી છે, જ્યારે ભારતીય ટીમે ફક્ત 11 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ સતત ભારત પર પ્રભુત્વ મેળવ્યું છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 6 ODIમાં, કાંગારૂઓએ પાંચ જીતી છે, જ્યારે ભારતીય ટીમે ફક્ત એક જ જીતી છે. પરિણામે, ભારતીય ટીમનો ફાઈનલમાં પહોંચવાનો માર્ગ સરળ નહીં રહે.

ડીવાય પાટિલ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે સારી માનવામાં આવે છે. આ પિચ પર બોલ સરળતાથી બેટ પર આવે છે, જેનો બેટ્સમેનને ઘણો ફાયદો થાય છે. બેટ્સમેન મોટા શોટ્સ રમે છે. શરૂઆતમાં ફાસ્ટ બોલર્સને સારો સપોર્ટ મળે છે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ સ્પિનર્સ પ્રભુત્વ મેળવવાનું શરૂ કરે છે.

ક્યારે અને ક્યાં લાઈવ જોવો?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમીફાઈનલ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. ભારતીય ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચ લાઈવ જોઈ શકે છે. વધુમાં, ફેન્સ JioHotstar એપ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ માણી શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત - સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમીમા રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, અમનજોત કૌર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી.

ઓસ્ટ્રેલિયા - એલિસા હીલી (કેપ્ટન અને વિકેટકીપર), ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, બેથ મૂની, એનાબેલ સધરલેન્ડ, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રાથ, સોફી મોલિનેક્સ, અલાના કિંગ, કિમ ગર્થ, મેગન સ્કુટ.