Women's T20 WC 2024 / ભારત-પાકિસ્તાનના મહામુકાબલા માટે થઈ જાવ તૈયાર, ટીવી અને મોબાઈલ પર ફ્રીમાં જુઓ મેચ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024માં જીતની શરૂઆત નથી કરી શકી. ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં ન્યુઝી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024માં જીતની શરૂઆત નથી કરી શકી. ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડના હાથે 58 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાને બીજી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનના પડકારનો સામનો કરવો પડશે. પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત શ્રીલંકાને હરાવીને જીત સાથે કરી હતી.
આવી સ્થિતિમાં તેની નજર સતત બીજી જીત પર રહેશે. આ સાથે જ ભારત સામે જીતનું ખાતું ખોલાવવાનો કઠોર પડકાર રહેશે. ભારતીય ટીમ પોતાની પહેલી હાર બાદ પાકિસ્તાન ટીમને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે રમાશે. ટોસ અડધા કલાક પહેલા થશે. દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર આ મેચ પર રહેશે.
હેડ ટુ હેડ રેકોર્ડ
- કુલ મેચો- 15 મેચો
- ભારત - 12 મેચ જીત્યું
- પાકિસ્તાન - 3 મેચ જીત્યું
મેચનું લાઈવ ટેલીકાસ્ટ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહિલા T20 વર્લ્ડ કપ 2024 મેચનું ભારતમાં Star Sports 1 SD, Star Sports 1 HD, Star Sports 2 SD, Star Sports 2 HD, Star Sports 1 Hindi SD, Star Sports 1 Hindi HD, Star Sports 3 પર ભારતમાં લાઈવ ટેલીકાસ્ટ થશે. આ સિવાય Star Sports First, Star Sports 1 Tamil SD, Star Sports 1 Tamil HD, Star Sports 1 Telugu SD, Star Sports 1 Telugu HD, Star Sports 1 Kannada and DD Sports પર પણ મેચ જોઈ શકાશે.
મેચનું લાઈવ સ્ટ્રીમિંગ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહિલા T20 વર્લ્ડ કપ 2024 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ અને વેબસાઈટ પર જોઈ શકાશે.
બંને ટીમો
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન.
પાકિસ્તાન: ફાતિમા સના (કેપ્ટન), આલિયા રિયાઝ, ડાયના બેગ, ગુલ ફિરોઝ, ઈરમ જાવેદ, મુનીબા અલી, નશરા સુંધુ, નિદા દાર, ઓમાઈમા સોહેલ, સદાફ શમાસ, સાદિયા ઈકબાલ (ફિટનેસને આધીન), સિદરા અમીન, સૈયદા અરુબ શાહ, તસ્મિયા રૂબાબ, તુબા હસન.








