મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મહિલા T20 વર્લ્ડકપનો આજથી પ્રારંભ, 10 ટીમ વચ્ચે ટક્કર; ભારત ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર

મહિલા ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ આજથી થઇ રહ્યો છે.અત્યાર સુધી આઠ ટી-20 વર્લ્ડકપમાં છ વખત ઓસ્ટ્રેલિયા અને એક-એક વખત ઇં

મહિલા T20 વર્લ્ડકપનો આજથી પ્રારંભ, 10 ટીમ વચ્ચે ટક્કર; ભારત ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર

મહિલા ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ આજથી થઇ રહ્યો છે.અત્યાર સુધી આઠ ટી-20 વર્લ્ડકપમાં છ વખત ઓસ્ટ્રેલિયા અને એક-એક વખત ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ જ ચેમ્પિયન બન્યા છે. ભારત સહિત કેટલાક દેશ હજુ સુધી ટી-20 વર્લ્ડકપમાં વિજેતા બની શક્યા નથી. જોકે, આ વખતે ઓસ્ટ્રેલિયાનો રસ્તો આસાન નથી. ભારતના પડકારનો તેને સામનો કરવો પડશે.

ટીમ ઇન્ડિયા એક વખત ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે

મહિલા ટી-20 વર્લ્ડકપ પહેલા બે પ્રેક્ટિસ મેચ જીતીને હરમનપ્રીત કૌરની ટીમે આ વર્લ્ડકપ માટે પોતાનો દાવો મજબૂતીથી રજૂ કર્ય છે. ભારતીય ટીમ માત્ર એક વખત 2020માં ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે, જ્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દૂબઇ અને શારજાહમાં વર્લ્ડકપ મેચ હોવાને કારણે ભારતને આ વખતે વર્લ્ડકપમાં પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. અહીંની પિચ સ્પિનરોની મદદગાર છે અને ભારત પાસે વિશ્વના શ્રેષ્ઠ સ્પિનર આક્રમણ છે.

આજના મેચ

બાંગ્લાદેશ વિરૂદ્ધ સ્કોટલેન્ડ (બપોરે 3.30 કલાકથી)
પાકિસ્તાન વિરૂદ્ધ શ્રીલંકા (સાંજે 7 વાગ્યાથી)

મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિંગ્સ, દયાલન હેમલતા, ઋચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, શ્રેયંકા પાટિલ (ફિટ થાય તો),દીપ્તિ શર્મા, સજીવન સજના, આશા શોભના, પૂજા વસ્ત્રાકર, અરૂંધતિ રેડ્ડી, રેણુકા સિંહ, રાધા યાદવ

અનુભવી છે ભારતીય ટીમ

આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં રમાવાની હતી પરંતુ ત્યાની સ્થિતિને કારણે ICCએ તેને અંતિમ ક્ષણે યુએઇમાં રમાડવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરના દિવસોમાં કોઇ ટીમે ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ પરેશાન કર્યુઁ છે તો તે ભારત છે. જોકે, હરમનપ્રીત કૌરની ટીમ બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ અને 2020 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હતી પરંતુ આ વખતે સ્પિનરોની મદદ કરનારી પીચને કારણે ભારત ઓસ્ટ્રેલિયાને પરેશાન કરી શકે છે.

ભારતીય ટીમ અનુભવી ટીમ છે. હરમનપ્રીત કૌર વર્લ્ડકપમાં 35, સ્મૃતિ મંધાના 21, દીપ્તિ શર્મા અને જેમિમા રોડ્રિંગ્સ 15-15 ટી-20 વર્લ્ડકપ મેચ રમી ચુકી છે. 

ગ્રુપ-A: ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ
ગ્રુપ-B: ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને સ્કૉટલેન્ડ

મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારતનો કાર્યક્રમ

4 ઓક્ટોબર- ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ- દૂબઇ-સાંજે 6 વાગ્યે
6 ઓક્ટોબર- ભારત વિરૂદ્ધ પાકિસ્તાન- દૂબઇ- બપોરે 2 વાગ્યે
9 ઓક્ટોબર- ભારત વિરૂદ્ધ શ્રીલંકા- દૂબઇ- સાંજે 6 વાગ્યે
13 ઓક્ટોબર- ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા- શારજાહ- સાંજે 6 વાગ્યે

આ સમાચાર શેર કરો