WPL 2025 ઓક્શન: હરાજીમાં 19 ખેલાડીઓનાં નસીબ ચમક્યા, સિમરન અને કમલિનીને મળી મોટી રકમ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025ની મીની હરાજી પૂર્ણ થઈ ગઈ છે. બેંગલુરુમાં રવિવારે 19 ખેલાડીઓનું નસીબ ચમક્યું છે. ત્રીજી સ

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025ની મીની હરાજી પૂર્ણ થઈ ગઈ છે. બેંગલુરુમાં રવિવારે 19 ખેલાડીઓનું નસીબ ચમક્યું છે. ત્રીજી સિઝન માટે પાંચેય ફ્રેન્ચાઇઝીસ પાસે સમાન સંખ્યામાં સ્લોટ ખાલી હતા. ટીમોએ તેમની 18 ખેલાડીઓની ટીમ તૈયાર કરી છે. હરાજીમાં સિમરન શેખને સૌથી વધુ 1 કરોડ 90 લાખ રૂપિયા મળ્યા હતા. તેને ગુજરાત જાયન્ટ્સે ખરીદી હતી. તેમજ જી કમલિનીને મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડ 60 લાખ રૂપિયામાં લીધી હતી.
આ પણ વાંચો : ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
આ હરાજીમાં ખરીદાયેલા 19 ખેલાડીઓ છે
ડિઆન્ડ્રા ડોટિન (વેસ્ટ ઈન્ડિઝ) - ગુજરાત જાયન્ટ્સ - રૂ. 1.70 કરોડ
નાદિન ડી ક્લાર્ક (દક્ષિણ આફ્રિકા) - મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 30 લાખ
જી કમલિની - મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 1.60 કરોડ
સિમરન શેખ - ગુજરાત જાયન્ટ્સ - રૂ. 1.90 કરોડ
નંદિની કશ્યપ - દિલ્હી કેપિટલ્સ - રૂ. 10 લાખ
પ્રેમા રાવત - RCB - રૂ. 1.20 કરોડ
એન ચારનાની - દિલ્હી કેપિટલ્સ - રૂ. 55 લાખ
આરુષિ ગોયલ - યુપી વોરિયર્સ - 10 લાખ રૂપિયા
ક્રાંતિ ગૌર - યુપી વોરિયર્સ - 10 લાખ રૂપિયા
સંસ્કૃતિ ગુપ્તા - મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 10 લાખ
જોશિતા વીજે - આરસીબી - રૂ. 10 લાખ
સારાહ બ્રાઇસ (SCO) - દિલ્હી કેપિટલ્સ - રૂ. 10 લાખ
અલાના કિંગ (ઓસ્ટ્રેલિયા) - યુપી વોરિયર્સ - રૂ. 30 લાખ
રાઘવી બિસ્ટ - RCB - 10 લાખ રૂપિયા
આ પણ વાંચો : પતિ પણ માંગી શકે છે ખાધા ખોરાકી, બાળકથી માંડી સંપત્તિ સુધી પુરુષો પાસે છે આ ખાસ અધિકાર
જાગરવી પવાર - RCB - 10 લાખ રૂપિયા
નિક્કી પ્રસાદ - દિલ્હી કેપિટલ્સ - રૂ. 10 લાખ
અક્ષિતા મહેશ્વરી - મુંબઈ ઈન્ડિયન્સ - 20 લાખ રૂપિયા
ડેનિયલ ગિબ્સન (ઇંગ્લેન્ડ) - ગુજરાત જાયન્ટ્સ - રૂ. 30 લાખ
પ્રકાશિકા નાઈક - ગુજરાત જાયન્ટ્સ - રૂ. 10 લાખ
બધી ફ્રેન્ચાઈઝી પાસે બાકીનું પર્સ છે
દિલ્હી કેપિટલ્સ - રૂ. 1.65 કરોડ
ગુજરાત જાયન્ટ્સ - રૂ. 40 લાખ
મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 45 લાખ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 1.75 કરોડ
યુપી વોરિયર્સ - રૂ. 3.4 કરોડ








