મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર, અહીં જાણો ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યુલ

આ વખતે મહિલા એશિયા કપનું આયોજન શ્રીલંકામાં કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટ આજથી (19 જુલાઈ) શરૂ થશે. આ વખતે મહિલ

એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર, અહીં જાણો ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યુલ

આ વખતે મહિલા એશિયા કપનું આયોજન શ્રીલંકામાં કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટ આજથી (19 જુલાઈ) શરૂ થશે. આ વખતે મહિલા એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. આ 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ભારત, પાકિસ્તાન, યુએઈ અને નેપાળ ગ્રુપ Aમાં છે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા અને થાઈલેન્ડને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે. દરેક ગ્રૂપમાં ટોચની બે ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે અને ફાઈનલ મેચ 28 જુલાઈના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. ભારતીય ટીમ એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આવી સ્થિતિમાં તેના પર પોતાનું ટાઇટલ બચાવવાની મોટી જવાબદારી હશે.

ભારતે ઘણા એશિયા કપ જીત્યા 

એશિયન ચેમ્પિયનનો તાજ મેળવવા માટે કુલ 15 મેચો રમાશે અને તમામ મેચ દાંબુલાના રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતે સાત વખત સ્પર્ધા જીતી છે જ્યારે બાંગ્લાદેશે 2018માં ભારતને હરાવીને એક વખત ટ્રોફી જીતી છે. ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા એશિયા કપમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં નેપાળ 2016ની સીઝન બાદ પ્રથમ વખત ક્વોલિફાય થયું છે. 19 જુલાઈથી દરરોજ બે મેચ રમાશે. આ મેચોનો સમય બપોરે 2 અને સાંજે 7 વાગ્યાનો રહેશે. પ્રથમ દિવસે, પ્રથમ મેચ યુએઈ અને નેપાળ વચ્ચે રમાશે અને આ જ દિવસે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રમાશે. આવી સ્થિતિમાં, ચાલો આ ટુર્નામેન્ટની ટીમો અને સંપૂર્ણ શેડ્યૂલ પર એક નજર કરીએ.

મહિલા એશિયા કપ 2024નું શેડ્યૂલ

જુલાઈ 19 - યુએઈ vs નેપાળ (બપોરે 2 વાગ્યે) / ભારત vs પાકિસ્તાન (સાંજે 7 વાગ્યે)
જુલાઈ 20 - મલેશિયા vs થાઈલેન્ડ (બપોરે 2 વાગ્યે) / શ્રીલંકા vs બાંગ્લાદેશ (સાંજે 7 વાગ્યે)
જુલાઈ 21 - ભારત vs યુએઈ (બપોરે 2 વાગ્યે) / પાકિસ્તાન vs નેપાળ (સાંજે 7 વાગ્યે)
જુલાઈ 22 - શ્રીલંકા vs મલેશિયા (બપોરે 2 વાગ્યે) / બાંગ્લાદેશ vs થાઈલેન્ડ (સાંજે 7 વાગ્યે)
જુલાઈ 23 - પાકિસ્તાન vs યુએઈ (બપોરે 2 વાગ્યે) / ભારત vs નેપાળ (સાંજે 7 વાગ્યે)
જુલાઈ 24 - બાંગ્લાદેશ vs મલેશિયા (બપોરે 2 વાગ્યે) / શ્રીલંકા vs થાઈલેન્ડ (સાંજે 7 વાગ્યે)
જુલાઈ 26 - સેમીફાઈનલ 1 (બપોરે 2 વાગ્યે) / સેમીફાઈનલ 2 (સાંજે 7 વાગ્યે)
જુલાઈ 28 - ફાઈનલ (સાંજે 7 વાગ્યે)

એશિયા કપ માટે તમામ ટીમો

ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન

રિઝર્વ્ડ પ્લેયર: શ્વેતા સહરાવત, સાયકા ઈશાક, તનુજા કંવર, મેઘના સિંહ

થાઈલેન્ડ: થિપાચા પુથાવોંગ (કેપ્ટન), સુવાનન ખિયાઓટો (વિકેટકીપર), નન્નાપત કોચારોએનકાઈ (વિકેટકીપર), નટ્ટાયા બૂચાથમ, ઓનિચા કામચોમ્ફુ, રોસેનન કાનોહ, ફન્નીતા માયા, ચાનીદા સુથિરુઆંગ, સુલેપોર્ન લાઓમી, કન્યાકોર્ન બુન્ટાનસેન, નન્નાપત ચાઈહાન, સુનીદા ચતુરોન્ગ્રટ્ટાના, ચાયનિસા ફેંગપેન કોરાનીત સુવાંચોનારથી, અપિસરા સુવાંચોનારથી

મલેશિયા: વિનિફ્રેડ દુરાઈસિંગમ (કેપ્ટન), આઈના નજવા (વિકેટકીપર), એલ્સા હન્ટર, માસ એલિસા, વાન જુલિયા (વિકેટકીપર), આઈના હમીઝા હાશિમ, માહિરા એઝાતી ઈસ્માઈલ, નૂર અરિયાના નટસ્યા, આઈસા એલિસા, અમાલિન સોર્ફિના, ધનુશ્રી મુહુનન, ઈર્દિના બેહ નબિલ , નૂર આઇશા, નૂર ઇઝાતુલ સયાફીકા, સુઆબિકા મણિવન્નન

નેપાળ: ઈન્દુ બર્મા (કેપ્ટન), સીતા રાણા મગર, રાજમતી એરી, રૂબિના છેત્રી, ડોલી ભટ્ટા, મમતા ચૌધરી, કબિતા જોશી, કબિતા કુંવર, કૃતિકા મરાસિની, પૂજા મહતો, બિંદુ રાવલ, રોમા થાપા, સબનમ રાય, સમંજના ખડકા, કાજલ શ્રેષ્ઠ.

યુએઈ: ઈશા ઓઝા (કેપ્ટન), થીર્થા સતીશ (વિકેટકીપર), એમિલી થોમસ, સમાયરા ધરણીધારકા, કવિષા અગોડાગે, લાવણ્યા કેની, ખુશી શર્મા, ઈન્દુજા નંદકુમાર, રિનીથા રાજીથ, રિશિતા રાજીથ, વૈષ્ણવ મહેશ, સુરક્ષા કોટે, હીના હોતચંદાની, રિતિકા રાજીથ

પાકિસ્તાનઃ નિદા ડાર (કેપ્ટન), ઇરમ જાવેદ, સાદિયા ઇકબાલ, આલિયા રિયાઝ, ડાયના બેગ, ફાતિમા સના, ગુલ ફિરોઝ, મુનીબા અલી, સિદ્રા અમીન, નાઝીહા અલ્વી, સૈયદા અરુબ શાહ, નશરા સુંધુ, તસ્મિયા રૂબાબ, ઓમૈમા સોહેલ, તુબા હસન.

શ્રીલંકા: ચમારી અથાપથ્થુ (કેપ્ટન), અનુષ્કા સંજીવની, હર્ષિતા સમરવિક્રમા, હાસીની પરેરા, અમા કંચના, ઉદેશિકા પ્રબોદાની, કાવ્યા કવિંદી, સુગંધિકા કુમારી, અચીની કુલસૂર્યા, કવીશા દિલહારી, વિશ્મી ગુણરથને, ઇનોશી પ્રિયદર્શની, નીલાક્ષી ડી સિલ્વા, સચિની નિસાનસાલા, શશિની ગિમ્હાની.

બાંગ્લાદેશ: નિગાર સુલ્તાના જોટી (કેપ્ટન), શોર્ના અખ્તર, નાહિદા અખ્તર, મુર્શિદા ખાતૂન, શોરીફા ખાતૂન, રિતુ મોની, રૂબ્યા હૈદર ઝેલિક, સુલતાના ખાતૂન, જહાનઆરા આલમ, દિલારા અખ્તર, ઈશ્મા તન્ઝીમ, રાબેયા ખાન, રૂમાના અહેમદ, મારુફા સૈફ અખ્તર, સબિકુન નાહર જાસ્મીન

લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ

મહિલા એશિયા કપની મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર ઉપલબ્ધ રહેશે.

આ સમાચાર શેર કરો