ભારતીય ટીમ ચેમ્પિયન ટ્રોફી રમવા પાકિસ્તાન જશે?, BCCIના ઉપાધ્યક્ષે આપ્યું મોટું નિવેદન
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024માં હાલ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો રમી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024માં હાલ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો રમી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની યજમાનીમાં ચેમ્પિયન ટ્રોફી 2025માં રમાશે. ત્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન રમવા જશે કે નહીં? આ મામલે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મોટું નિવેદન આપ્યું છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે કે નહીં તેનો નિર્ણય માત્ર ભારત સરકાર લેશે. આપણે બધાએ સરકારના નિર્ણયને સ્વીકારવો પડશે.
16 વર્ષ પહેલા પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી
ભારતીય ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ પર એશિયા કપ રમી હતી. ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને શ્રીલંકા સામે 100 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.






