IPL 2025: હાર્દિક પંડ્યાને રિલીઝ કરશે મુંબઇ ઇન્ડિયન્સ? રોહિત-સૂર્યકુમાર સહિત આ 4 ખેલાડીઓને કરશે રિટેન
IPL 2025 Auction: કેટલાક દિવસ પહેલા BCCIની વાનખેડે ઓફિસમાં IPLના અધિકારીઓ અને ટીમ માલિકો વચ્ચે બેઠક મ

IPL 2025 Auction: કેટલાક દિવસ પહેલા BCCIની વાનખેડે ઓફિસમાં IPLના અધિકારીઓ અને ટીમ માલિકો વચ્ચે બેઠક મળી હતી. કેટલીક ટીમના માલિક આ મીટિંગ માટે BCCI ઓફિસમાં હાજર થયા હતા તો કેટલાકે વર્ચુઅલી તેમાં ભાગ લીધો હતો. મીટિંગમાં કેટલાક ચોકાવનારા સમાચાર પણ સામે આવ્યા હતા. જોકે, આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયેલા છે.
હાર્દિક પંડ્યાને રિલીઝ કરશે મુંબઇ ઇન્ડિયન્સ?
રિપોર્ટ્સ અનુસાર મુંબઇ ઇન્ડિયન્સ પોતાના કેપ્ટન હાર્દિક પંડ્યાને રિલીઝ કરવાની છે. મુંબઇ ઇન્ડિયન્સે IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાને ફરી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સાથે જ ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્મા પાસેથી કેપ્ટન્સી લઇને આ સ્ટાર ઓલરાઉન્ડરને આપી હતી. તેમ છતા મુંબઇ ઇન્ડિયન્સની ટીમ IPL 2024માં ખાસ પ્રદર્શન કરી શકી નહતી અને પ્લે ઓફ પહેલા જ બહાર થઇ ગઇ હતી. હવે સમાચાર છે કે મુંબઇ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યાને રિલીઝ કરી શકે છે.
નિયમમાં બદલાવ ના થયા તો ચાર ખેલાડીને રિટેન કરી શકશે IPL ટીમ
IPLના નિયમના હિસાબથી દર ત્રણ વર્ષમાં મેગા ઓક્શનનું આયોજન થાય છે. આ વખતે ડિસેમ્બરમાં ફરી મેગા ઓક્શન થશે. એવામાં તમામ 10 ટીમોને માત્ર ચાર-ચાર ખેલાડી જ રિટેન કરવાની પરવાનગી હશે. જોકે, એક રિપોર્ટ એવો પણ છે કે આ વખતે રિટેન કરનારા ખેલાડીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. જોકે, હજુ સુધી BCCI કે IPLએ તેને લઇને કઇ કહ્યું નથી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે પાંચ ખેલાડીઓને રિટેન કરવામાં આવી શકે છે.
આ 4 ખેલાડીઓને રિટેન કરી શકે છે મુંબઇ ઇન્ડિયન્સ
સૂત્રો અનુસાર, મુંબઇ ઇન્ડિયન્સ કોઇ પણ ભોગે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને પોતાની સાથે રાખવા માંગશે. એવામાં ફ્રેન્ચાઇઝી હાર્દિક પંડ્યાને રિલીઝ કરશે, કારણ કે સૂર્યકુમાર યાદવ હવે ટી-20 ફોર્મેટમાં દેશનો કેપ્ટન છે. એવામાં ફ્રેન્ચાઇઝી તેને ટીમની કમાન સોપી શકે છે. રોહિત શર્મા પણ સૂર્યકુમારની કેપ્ટન્સીમાં રમવા માટે ઉત્સુક હશે.
રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇ ઇન્ડિયન્સ IPL 2025 માટે સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને તિલક વર્માને રિટેન કરી શકે છે.








