Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Will Jasprit Bumrah play in Asia Cup 2025

Asia Cup 2025માં રમશે જસપ્રીત બુમરાહ? ટીમ ઈન્ડિયાના સ્ટાર પેસરને લઈને આવ્યા મોટા સમાચાર

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025માં રમશે જસપ્રીત બુમરાહ? ટીમ ઈન્ડિયાના સ્ટાર પેસરને લઈને આવ્યા મોટા સમાચાર
સોર્સ : Google

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ ઘણા ખેલાડીઓના નામની ચર્ચા થઈ રહી છે. આમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું નામ પણ શામેલ છે, જે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પોતાની ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે સતત ચર્ચામાં રહ્યો છે. ઈંગ્લેન્ડમાં ફક્ત 3 ટેસ્ટ મેચ રમવાને કારણે, એવું માનવામાં આવતું હતું કે બુમરાહને એશિયા કપમાંથી પણ બ્રેક આપવામાં આવી શકે છે, પરંતુ એવું લાગે છે કે સિલેકશન કમિટીના ઈરાદા અલગ છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બુમરાહ 9 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ રહેશે.

App Store

બુમરાહ એશિયા કપ રમશે?

એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં યોજાશે, જેના માટે ટીમ ઈન્ડિયાની પસંદગી હજુ સુધી નથી કરવામાં આવી. આવી સ્થિતિમાં, જ્યારે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ટીમમાં સ્થાન મેળવી શકશે કે નહીં તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે, ત્યારે જસપ્રીત બુમરાહ વિશે પણ આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આનું એક મોટું કારણ બુમરાહનું વર્કલોડ મેનેજમેન્ટ છે, જે તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીકાનું કારણ બન્યું હતું.

પરંતુ સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, સિલેક્ટર્સ બુમરાહને ટુર્નામેન્ટમાં મોકલવાના પક્ષમાં છે. તેનું એક મોટું કારણ એશિયા કપનું ફોર્મેટ છે. આવતા વર્ષે થનારા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, આ વખતે આ ટુર્નામેન્ટ ફક્ત T20 ફોર્મેટમાં જ રમાશે. ઉપરાંત, ટીમ ઈન્ડિયાએ છેલ્લો એશિયા કપ જીત્યો હતો અને આવી સ્થિતિમાં ટાઈટલને ડિફેન્ડ પર કરવું પડશે. તેથી, ટૂંકા ફોર્મેટ, તેના મહત્ત્વ અને ઓછી મેચોને ધ્યાનમાં લેતા, બુમરાહની પસંદગી નિશ્ચિત લાગે છે. ઉપરાંત, ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં બુમરાહને લગભગ દોઢ મહિનાનો આરામ મળી ગયો હશે.

બુમરાહને આ મેચમાંથી આરામ મળશે

આટલું જ નહીં, PTIના અહેવાલમાં જણાવાયું છે કે એશિયા કપને કારણે, બુમરાહને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે. એશિયા કપની ફાઈનલ 28 સપ્ટેમ્બરે યોજાશે, જ્યારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી શરૂ થશે. અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેકશન કમિટી 19 ઓગસ્ટ સુધીમાં એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. જોકે, તે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા સહિત તમામ ખેલાડીઓનો ફિટનેસ રિપોર્ટ ક્યારે મળે છે તેના પર પણ નિર્ભર રહેશે.