મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

કોણ છે 6 બોલમાં 6 સિક્સ મારનાર દીપેન્દ્ર સિંહ એરી? તોડી ચૂક્યો છે યુવરાજ સિંહનો 17 વર્ષ જૂનો રેકોર્ડ

નેપાળી ક્રિકેટર દીપેન્દ્ર સિંહ એરી શનિવાર, 13 એપ્રિલના રોજ હેડલાઈન્સમાં આવ્યો હતો, તેણે ACC મેન્સ T20

કોણ છે 6 બોલમાં 6 સિક્સ મારનાર દીપેન્દ્ર સિંહ એરી? તોડી ચૂક્યો છે યુવરાજ સિંહનો 17 વર્ષ જૂનો રેકોર્ડ

નેપાળી ક્રિકેટર દીપેન્દ્ર સિંહ એરી શનિવાર, 13 એપ્રિલના રોજ હેડલાઈન્સમાં આવ્યો હતો, તેણે ACC મેન્સ T20I પ્રીમિયર કપ 2024માં કતાર સામે તાબડતોબ બેટિંગ કરી હતી. દીપેન્દ્રએ 21 બોલમાં 64 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઈનિંગમાં તેણે 6 બોલમાં 6 સિક્સ ફટકારીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં 6 સિક્સ મારનાર વિશ્વનો માત્ર ત્રીજો ક્રિકેટર બન્યો છે. તેના પહેલા આ કારનામું ભારતના યુવરાજ સિંહ અને વેસ્ટ ઈન્ડિઝના કીરોન પોલાર્ડે કર્યું હતું.

કોણ છે દીપેન્દ્ર સિંહ એરી?

દીપેન્દ્ર સિંહ એરી નેપાળી ક્રિકેટર છે જેનો જન્મ 24 જાન્યુઆરી 2000ના રોજ થયો હતો. ઓગસ્ટ 2018માં, નેધરલેન્ડ્સ સામે નેપાળની પ્રથમ ODI મેચમાં તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. તેની ગણના નેપાળના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ દરમિયાન, એરીએ મંગોલિયા સામે માત્ર 9 બોલમાં 50* રન બનાવીને T20I ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. કેનેડામાં ગ્લોબલ T20 લીગ 2023 દરમિયાન તે મોન્ટ્રીયલ ટાઈગર્સ માટે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. હવે તે T20 ક્રિકેટના ઈતિહાસમાં એક ઓવરમાં છ છગ્ગા મારનાર ત્રીજો ક્રિકેટર બની ગયો છે.

દીપેન્દ્રએ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો

યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં ફિફ્ટી મારીને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. દીપેન્દ્રએ ગયા વર્ષે 19મી એશિયન ગેમ્સ દરમિયાન મંગોલિયા સામે 9 બોલમાં ફિફ્ટી મારીને યુવરાજનો રેકોર્ડ તોડ્યો હતો.

દીપેન્દ્ર T20Iમાં એક ઓવરમાં 6 સિક્સ મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો

દીપેન્દ્ર T20 ઈન્ટરનેશનલમાં એક ઓવરમાં 6 સિક્સ મારનાર વિશ્વનો માત્ર ત્રીજો ખેલાડી બની ગયો છે. તેણે કતાર સામેની છેલ્લી ઓવરમાં કામરાન ખાનના 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે કીરોન પોલાર્ડે 2021માં શ્રીલંકા વિરુદ્ધ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. કતાર સામેની આ મેચમાં દીપેન્દ્ર સિંહ એરીએ 21 બોલમાં 3 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી 64 રનની અણનમ ઈનિંગ રમી હતી.

આ સમાચાર શેર કરો