મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

જ્યારે મેરી કોમે માત્ર 4 કલાકમાં ઘટાડ્યું 2 કિલો વજન! કેવી રીતે મિનિટોમાં વજન ઓછું કરે છે એથ્લેટ્સ?

પેરિસ ઓલિમ્પિકમાંથી વિનેશ ફોગાટને તેના વજનના કારણે અયોગ્ય જાહેર કરાયા બાદ વજન સંબંધિત નિયમોને લઈને ઘણી ચર્

જ્યારે મેરી કોમે માત્ર 4 કલાકમાં ઘટાડ્યું 2 કિલો વજન! કેવી રીતે મિનિટોમાં વજન ઓછું કરે છે એથ્લેટ્સ?

પેરિસ ઓલિમ્પિકમાંથી વિનેશ ફોગાટને તેના વજનના કારણે અયોગ્ય જાહેર કરાયા બાદ વજન સંબંધિત નિયમોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. વિનેશ ફોગાટનું વજન 50 કિગ્રા કેટેગરીની લાયકાતમાં માત્ર થોડા ગ્રામ વજન વધુ આવતા અયોગ્ય જાહેર કરવામાં આવી. લોકો કહે છે કે આટલું વજન તો ઓછું કરી શકાય.  ઘણી વખત એવું બન્યું છે કે એથ્લેટ્સે ખૂબ જ ઓછા સમયમાં પોતાનું વજન ઘટાડીને ચોક્કસ કેટેગરીમાં સ્થાન પણ મેળવ્યું હોય. ભારતીય બોક્સર મેરી કોમે પણ આવું જ કર્યું છે.

મેરી કોમે પણ એક સમયે એક કલાકમાં બે કિલો વજન ઘટાડ્યું હતું.  આખરે એથ્લેટ્સ વજન કેવી રીતે ઘટાડે છે અને વિનેશ ફોગાટના કેસમાં પરિસ્થિતિ કેમ અલગ છે. તેના વિશે માહિતી મેળવીએ.

હકિકતમાં મેરી કોમને એક વખત પોલેન્ડમાં Silesian ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં રમવાનું હતું. આ સમયે તે 48 કિલોગ્રામ વજન વર્ગમાં રમવા માંગતી હતી, પરંતુ તે મુજબ તેનું વજન વધારે હતું. તેણે કેટેગરીમાં સિલેક્શન થવા માટે ઘણું વજન ઓછું કર્યું હતું. જણાવી દઈએ કે તે સમયે મેરી કોમે કેટેગરીમાં અયોગ્ય ન થવા માટે ચાર કલાકમાં બે કિલો વજન ઘટાડ્યું હતું. તેણે કહ્યું હતું કે તેણે એક કલાક સ્કિપિંગ કરીને વજન ઓછું કર્યું હતું. 

એથ્લેટ્સ કેવી રીતે વજન ઘટાડે છે?

જ્યારે પણ આવું થાય છે, ત્યારે એથ્લેટ્સ ખૂબ જ ઓછા સમયમાં અનેક પ્રયાસો થકી વજન ઘટાડે છે. આ માટે તેઓ હેવી વર્કઆઉટ કરે છે સાથે જ ખાસ પ્રકારના કપડાં આવે છે જે પહેરીને વર્કઆઉટ કરે છે. આનાથી શરીરમાં ખૂબ જ પરસેવો થતાં થોડા કલાકોમાં વજન ઘટી જાય છે. જો કે, તણાવ વગેરે જેવા પરિબળો પણ આમાં ભૂમિકા ભજવે છે. 

વજન ઘટાડવા માટે એથ્લેટ્સ FBT સૂટ પહેરે છે, જે શરીરમાં ઘણી ગરમી ઉત્પન્ન કરે છે. આવા સૂટ પહેરીને સોનાબાથ લે છે. આમ કરવાથી શરીરમાં ઘણો પરસેવો વળે છે. આ ઉપરાંત વારંવાર ટોયલેટ જાય છે. આમ કરવાથી શરીરમાંથી પાણી ઘટી જાય છે. શરીરમાંથી પાણી ઓછું કરીને એક વખતમાં ઘણો વજન ઓછો કરી શકાય છે.  આ સિવાય પાણીની જાળવણી ઘટાડવાના ઉપાયો છે, જેના કારણે શરીરમાંથી પાણી દૂર થાય છે અને વજન ઓછું થાય છે.

વિનેશ ફોગાટના કેસમાં શું થયું?

જો આપણે વિનેશ ફોગાટના કેસની વાત કરીએ તો, રેસલરનું વજન સમયસર ઘણું ઓછું થઈ જાય છે. કુસ્તીના નિયમો અનુસાર, મેચ પહેલા કુસ્તીબાજોનું વજન કરવામાં આવે છે અને જો બે કુસ્તીબાજો બે દિવસ લડે તો બે દિવસ તેનું વજન કરવામાં આવે છે. નિયમો અનુસાર દરેક કુસ્તીબાજનું બાઉટ હોય તે દિવસે દરેક કુસ્તીબાજોનું વજન સવારે કરવામાં આવે છે. 

પ્રથમ વેઇટ-ઇન દરમિયાન, કુસ્તીબાજો પાસે વજન મેઈન્ટેન કરવા માટે 30 મિનિટનો સમય હોય છે. તમે 30 મિનિટમાં ઘણી વખત તમારું વજન કરી શકો છો, પરંતુ બીજા દિવસે વજન મેઈન્ટેન કરવા માટે 15 મિનિટનો સમય હોય છે. આવી સ્થિતિમાં આટલા ઓછા સમયમાં વજન ઘટાડવું શક્ય નથી.

આ સમાચાર શેર કરો