મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઓલિમ્પિકમાં ક્યારે થઈ મહિલાઓની એન્ટ્રી? જાણો ભારત ભાગ લેનારી પ્રથમ એથ્લેટનો ઈતિહાસ

વર્ષ 1896માં ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી અને તે સમયે આ તેમાં માત્ર 14 દેશોએ ભાગ લીધો હતો. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છ

ઓલિમ્પિકમાં ક્યારે થઈ મહિલાઓની એન્ટ્રી? જાણો ભારત ભાગ લેનારી પ્રથમ એથ્લેટનો ઈતિહાસ

વર્ષ 1896માં ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી અને તે સમયે આ તેમાં માત્ર 14 દેશોએ ભાગ લીધો હતો. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત સમયે મહિલાઓએ તેમાં ભાગ લીધો ન હતો. આજે આપણે જાણીશું કે, ઓલિમ્પિકમાં પ્રથમ વખત મહિલા ખેલાડીઓએ ક્યારે ભાગ લીધો?

પેરિસ દ્વારા આયોજિત 1900માં આયોજિત ઓલિમ્પિકમાં પ્રથમ વખત મહિલા એથ્લેટ્સ ભાગ લેતી જોવા મળી હતી. ઓલિમ્પિક 1900માં 26 દેશોના કુલ 997 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 22 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે અને તેમણે કુલ પાંચ રમતોમાં ભાગ લીધો હતો. આ પાંચ રમતોના નામ હતા ટેનિસ, સેલિંગ, ઇક્વેસ્ટ્રિયન, ક્રોકેટ અને ગોલ્ફ.

ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા

ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા એથ્લેટની વાત કરીએ તો, તે સ્વિટ્ઝર્લેન્ડની હેલેન ડી પોર્ટલેસ હતી, જેણે સેલિંગની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બ્રિટનની શાર્લોટ કૂપર સિંગલ ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા એથ્લેટ હતી. તેણે ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો આપણે ટકાવારી મુજબ જોઈએ તો પેરિસ ઓલિમ્પિક 1900માં ભાગ લેનાર એથ્લેટ્સમાં મહિલાઓની ટકાવારી માત્ર 2.2 હતી.

ભારતની પ્રથમ ઓલિમ્પિક એથ્લેટ

ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિયનનું નામ નિલિમા ઘોષ હતું, જેમણે માત્ર 17 વર્ષની વયે 1952માં યોજાયેલા ઓલિમ્પિકમાં 100 મીટર સ્પ્રિન્ટ અને 80 મીટર હર્ડલ્સની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે પ્રથમ રાઉન્ડમાં જ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. કર્ણમ મલ્લેશ્વરી ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા એથ્લેટ હતી, જેણે સિડની ઓલિમ્પિક 2000માં વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તમને જણાવી દઈએ કે રિયો ઓલિમ્પિક 2016માં ભાગ લેનાર 45 ટકા એથ્લેટ્સ મહિલાઓ હતી.

આ સમાચાર શેર કરો