મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અડધી ટુર્નામેન્ટે ડ્વેન બ્રાવોએ લીધો સંન્યાસ, ક્રિકેટના 21 વર્ષના કરિયરનો દુઃખદ અંત 

વેસ્ટ ઈન્ડિઝના મહાન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધ

અડધી ટુર્નામેન્ટે ડ્વેન બ્રાવોએ લીધો સંન્યાસ, ક્રિકેટના 21 વર્ષના કરિયરનો દુઃખદ અંત 

વેસ્ટ ઈન્ડિઝના મહાન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં તેની છેલ્લી મેચ રમ્યા બાદ બ્રાવોએ આ નિર્ણય લીધો હતો. બ્રાવો હવે કોઈપણ પ્રકારની લીગમાં નહીં રમે. વેસ્ટ ઈન્ડિઝની T20 વર્લ્ડ કપ જીતનો હિસ્સો રહેલા બ્રાવોએ કહ્યું છે કે, તેનું મન ઈચ્છે છે કે તે રમે પરંતુ તેનું શરીર હવે તેની મંજૂરી આપતું નથી. 

બ્રાવોએ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ લખીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પહેલા જ IPLને અલવિદા કહી દીધું હતું. પછી તેણે CPLને બાય-બાય કહ્યું અને હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.

બ્રાવોએ નિવૃત્તિ બાદ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. બ્રાવોએ લખ્યું, "આજે હું એ રમતને અલવિદા કહી રહ્યો છું જેણે મને પાંચ વર્ષની ઉંમરથી ઘણું બધુ આપ્યું છે. હું જાણતો હતો કે હું આ કરવા માંગતો હતો. હું આ રમત રમવા માટે જ બન્યો હતો. હું  બીજું કંઈ જાણતો નહતો. 21 વર્ષની આ કરિયર! આ જર્ની શાનદાર રહી. હું ક્રિકેટની સાથે મારા આ સંબંધને ચાલુ રાખવા માંગું છું પરંતુ એ સચ્ચાઈનો સામનો કરવાનો સમય છે. મારું મન કહે છે કે હું હજુ વધુ ક્રિકેટ રમું પરંતુ મારું શરીર સાથ આપતું નથી. મારું શરીર હવે પીડા સહન કરી શકતું નથી.

T20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ 631 વિકેટ ઝડપનાર ડ્વેન બ્રાવોએ પોતાના પ્રોફેશનલ ક્રિકેટની છેલ્લી મેચ રમ્યા બાદ નિવૃત્તિ લઈ લીધી છે. હવે આ ઓલરાઉન્ડર વિશ્વની કોઈપણ લીગમાં રમતા જોવા નહીં મળે. જોકે બ્રાવોએ પહેલાથી જ CPLને તેની છેલ્લી ટૂર્નામેન્ટ ગણાવીને નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી, પરંતુ ટૂર્નામેન્ટ દરમિયાન થયેલી ઈજાને કારણે તેણે લીગની વચ્ચે જ નિવૃત્તિ લેવી પડી હતી. બ્રાવોના પ્રોફેશનલ કરિયરનો આ દુઃખદ અંત હતો. 

બ્રાવોએ CPL-2024ની શરૂઆત પહેલા જ કહી દીધું હતું કે, તે આ સિઝન પછી લીગમાંથી નિવૃત્તિ લઈ લેશે. પરંતુ તેની નિવૃત્તિ વહેલી થઈ ગઈ અને તેનું કારણ તેની ઈજા છે. મંગળવારે, ત્રિનબેગો નાઈટ રાઈડર્સ તરફથી સેન્ટ લુસિયા કિંગ્સ સામે રમતી વખતે ગ્રોઈનની સમસ્યા થઇ હતી આ કારણે જ તેણે સિઝન ખતમ થાય તે પહેલા જ નિવૃત્તિ જાહેર કરી દીધી. આ ઈજા બાદ બ્રાવોએ વધુ એક મોટો નિર્ણય લીધો અને તમામ પ્રકારના ક્રિકેટને અલવિદા કહી દીધું.

આ સમાચાર શેર કરો