મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024: ધોની RCBનો કેપ્ટન હોત તો ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની હોત- અકરમ

ભારત અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ફ

IPL 2024: ધોની RCBનો કેપ્ટન હોત તો ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની હોત- અકરમ

ભારત અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ફેન ફોલોવિંગ વધારે છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારતે ત્રણ ICC ટ્રોફી જીતી છે અને ધોનીની જ કેપ્ટન્સીમાં CSKએ પાંચ IPL ખિતાબ જીત્યા છે. IPL 2024માં પહેલા ધોનીએ કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી અને રૂતુરાજ ગાયકવાડને કમાન સોપી દીધી હતી.

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે ભવિષ્યવાણી કરી છે. અકરમનું મનવું છે કે ધોની જો રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)નો કેપ્ટન હોત તો આ ફ્રેન્ચાઇઝી ટીમ અત્યાર સુધી ઓછામાં ઓછા ત્રણ ખિતાબ જીતી ચુકી હોત. અકરમે કહ્યું કે ભારતમાં ધોની જેવો ક્રિકેટર આજ સુધી થયો જ નથી.

ધોની કેપ્ટન હોત તો RCB ત્રણ વખત ચેમ્પિયન બન્યું હોત- અકરમ

પૂર્વ પાકિસ્તાનના ક્રિકેટર વસીમ અકરમે કહ્યું, "RCB અત્યાર સુધી ત્રણ વખત IPL ટ્રોફી જીતી ચુક્યુ હોત જો એમએસ ધોની આ ટીમના કેપ્ટન હોત. RCB આજ સુધી એક પણ IPL ટ્રોફી જીતી શક્યુ નથી, તેમની પાસે વિરાટ કોહલી જેવો મોર્ડન જમાનાનો મહાન ખેલાડી છે...પરંતુ દુર્ભાગ્યથી તે કોઇ ખિતાબ જીતી શક્યો નથી પરંતુ જો ધોની RCBમાં હોત તો તે આ ટીમને ટ્રોફી જીતાડી શકતો હતો.' અકરમે કહ્યું કે જ્યારે પણ ધોની વિશે વાત કરો છો તે સૌથી પહેલા અવાજ આવે છે..ધોની જ્યાં પણ રમવા જાય છે તેના સમર્થક દરેક તરફ જોવા મળે છે.

અકરમે ધોનીની ફેન ફોલોવિંગ પર કહ્યું, "ક્યાંય પણ જતો રહે, કોઇ પણ મેદાન પર જતો રહે પછી તે દિલ્હી, કોલકાતા, મુંબઇ કે પંજાબ જતો રહે. હૈદરાબાદ, લખનૌ કે પછી અમદાવાદ જતો રહે..સ્ટેડિયમ પાગલ બની જાય છે. ભારતમાં આવો કેપ્ટન, એવો ક્રિકેટર આવ્યો નથી, જેને ફ્રંટથી લીડ કર્યો, બેટિંગથી, કેપ્ટન્સીથી અને વિકેટ કીપિંગથી ભારતને મેચ જીતાડી છે. જો ધોનીને આ રીતનું સ્વાગત સ્ટેડિયમમાં નહીં મળે તો કોને મળશે?

આ સમાચાર શેર કરો