VIDEO / જયસ્વાલ બાદ હવે વોશિંગ્ટન સુંદર સાથે થઈ ચીટિંગ? નોટ આઉટ હોવા છતાં થર્ડ અમ્પાયરે આપ્યો OUT!
સિડની ટેસ્ટમાં અમ્પાયરિંગ ફરી એકવાર સવાલોના ઘેરામાં છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન કેમ્પે વિરાટ કોહલીને નોટઆઉટ

સિડની ટેસ્ટમાં અમ્પાયરિંગ ફરી એકવાર સવાલોના ઘેરામાં છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન કેમ્પે વિરાટ કોહલીને નોટઆઉટ આપવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. હવે ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને બહાર કરવાના નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. ફેન્સ સુંદરની વિકેટને પચાવી નહતા શક્યા અને વિવાદાસ્પદ નિર્ણય પર ગુસ્સે થઈ ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. આ પહેલા મેલબર્નમાં યશસ્વી જયસ્વાલની વિકેટ પર પણ આવો જ હંગામો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: 'કોઈ કેપ્ટન નિર્ણાયક મેચમાં બહાર ના થાય, સીધેસીધું બોલ કે બહાર કરી દીધો', બુમરાહ પર ભડક્યો આ દિગ્ગજ ક્રિકેટર
કમિન્સે સુંદરની વિકેટ લીધી
જ્યારે ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં મુશ્કેલ સમયમાં હતી ત્યારે વોશિંગ્ટન સુંદરની ટીમને સખત જરૂર હતી, પરંતુ આવા સમયે સુંદર એક વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બન્યો હતો. સુંદર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના બોલ પર વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. આ ઈનિંગમાં સુંદર 30 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 14 રન બનાવીને આઉટ થયો હતો.
વોશિંગ્ટન સુંદરને ફિલ્ડ અમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો. જોકે, જ્યારે મામલો ટીવી અમ્પાયર સુધી પહોંચ્યો ત્યારે તેણે નિર્ણાયક પુરાવા વિના સુંદરને આઉટ આપ્યો. આ પછી ફરી એકવાર અમ્પાયરિંગ અને ટેક્નોલોજી પર સવાલો ઉઠી રહ્યા છે.
માઈકલ વોને કહ્યું ખરાબ નિર્ણય
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વોન પણ આ નિર્ણયથી નારાજ દેખાયા હતા. તેમણે એક્સ પોસ્ટમાં લખ્યું, 'કોઈ રીતે આઉટ નથી. આ એક ખરાબ નિર્ણય છે.' ભારતીય ફેન્સ પણ સોશિયલ મીડિયા પર સુંદરને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું, 'સુંદરના પગ સ્ટમ્પની નજીક ખેંચવાના કારણે સ્નિકો પર હિલચાલ થઈ હતી. આ અવાજ બોલ સ્ટમ્પની નજીક આવે તે પહેલા જ હતો.
મેલબર્નમાં જયસ્વાલની વિકેટને લઈને હોબાળો થયો હતો
આ પહેલા મેલબર્ન ટેસ્ટમાં ભારતની બીજી ઈનિંગ દરમિયાન યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલની વિકેટ પર હંગામો થયો હતો. જયસ્વાલ પણ એલેક્સ કેરીના હાથે વિકેટ પાછળ કેચ થયો હતો. ટીવી અમ્પાયરે પણ નિર્ણાયક પુરાવા વિના જયસ્વાલને આઉટ આપ્યો હતો. આ નિર્ણય બાદ ભારતીય ફેન્સે અમ્પાયર પર ચીટિંગનો આરોપ લગાવ્યો હતો.








