VIDEO / ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા વિવ રિચર્ડ્, સૂર્યાને પહેરાવ્યું મેડલ, પંતને આપ્યું નવું નામ
બાંગ્લાદેશ સામેની જીત બાદ વિવ રિચર્ડ્સ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. વિવ રિચર્ડ્સ ડ્રેસિંગ રૂમમાં પ

બાંગ્લાદેશ સામેની જીત બાદ વિવ રિચર્ડ્સ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. વિવ રિચર્ડ્સ ડ્રેસિંગ રૂમમાં પ્રવેશતાની સાથે જ વિરાટ કોહલીને મળ્યા હતા. તેની સાથે હાથ મિલાવ્યા. આ પછી તેમણે રાહુલ દ્રવિડ સાથે હાથ મિલાવ્યા. અને ત્યારબાદ વિવ રિચર્ડ્સે સૂર્યકુમાર યાદવને સન્માનિત કરવાનું કામ કર્યું. હકીકતમાં, તેમને ખાસ હેતુથી ભારતીય ડ્રેસિંગ રૂમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ વાસ્તવમાં દરેક મેચ પછી બેસ્ટ ફિલ્ડરને મેડલ આપવાની પરંપરા શરૂ કરી છે. આ પરંપરાના ભાગરૂપે, વિવ રિચર્ડ્સને વિજેતા ખેલાડીને મેડલ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ સામેની મેચમાં બેસ્ટ ફિલ્ડરના મેડલ માટે ઘણા દાવેદાર હતા, જેમાં સૂર્યકુમાર યાદવ સિવાય અક્ષર પટેલ અને રોહિત શર્માનું નામ પણ હતું. પરંતુ, સૂર્યકુમાર યાદવને વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
વિવ રિચર્ડ્સે સૂર્યકુમાર યાદવને મેડલ પહેરાવ્યું
ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે બાંગ્લાદેશ સામેની મેચ બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ફિલ્ડર ઓફ ધ મેચના વિજેતાની જાહેરાત કરી હતી. વિજેતા પસંદ થયા પછી, સૂર્યકુમાર યાદવ વિવ રિચાર્ડ્સને ગળે લગાવે છે અને પછી વિવ રિચાર્ડ્સ તેને મેડલ પહેરાવે છે.
ભારતીય ડ્રેસિંગ રૂમમાં વિવ રિચર્ડ્સે માત્ર સૂર્યકુમાર યાદવને મેડલ જ નહોતું પહેરાવ્યું પરંતુ રિષભ પંતને નવું નામ પણ આપ્યું. તેમણે પંતને પોકેટ રોકેટ કહ્યો હતો. રિષભ પંત જ્યારે વિવ રિચાર્ડ્સને ગળે મળવા ગયો હતો. ત્યારે તેમણે આ નામ આપ્યું હતું.






