વિરાટ કોહલી OUT હતો કે નોટઆઉટ? No-Ballને લઇને શું છે ICCનો નિયમ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની વર્તમાન સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ના ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ઇડન ગાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની વર્તમાન સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ના ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ઇડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં RCBને કોલકાતા નાઇટ રાઇડર્સે અંતિમ બોલે 1 રને હરાવ્યું હતું. RCBની આ સતત છઠ્ઠી હાર છે અને તે પોઇન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર છે.
વિરાટ કોહલીના OUT થવા પર થયો વિવાદ
વિરાટ કોહલીને આ મેચમાં વિવાદાસ્પદ રીતે આઉટ આપવામાં આવ્યો હતો. ત્રીજી ઓવરમાં હર્ષિત રાણાએ પ્રથમ બોલ હાઇ ફુલટોસ નાખ્યો હતો જેના પર વિરાટ કોહલીએ શોટ ફટકાર્યો હતો. શોટની ટાઇમિંગ યોગ્ય નહતી અને બોલ હર્ષિત રાણાના હાથમાં જતો રહ્યો હતો. કોહલીનું માનવું હતું કે બોલ કમરની ઉપર આવ્યો છે એવામાં તેને DRS લીધો હતો. અમ્પાયરે હૉક-આઇની મદદથી કોહલી ભલે ક્રીઝની આગળ નીકળ્યો હોય પરંતુ બોલ ડીપ થઇ રહ્યો હતો, એવામાં તેને આઉટ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલી પેવેલિયન પરત ફરતા સમયે પણ અમ્પાયર સાથે ઝઘડી પડ્યો હતો.
થર્ડ અમ્પાયરે વિરાટ કોહલીને લઇને જે નિર્ણય આપ્યો તે નિયમ અનુસાર યોગ્ય હતો. મેરીલબોન ક્રિકેટ ક્લબ (MCC)ના નિયમ 41.7.1 અનુસાર, ‘કોઇ પણ બોલ નાખવામાં આવ્યો હોય, જે જમીન પર ટપ્પો પડ્યા વગર ક્રીઝમાં સીધા ઉભેલા બેટ્સમેનની કમરની ઉંચાઇ પરથી નીકળે તો તેને નો બોલ ગણવામાં આવે છે. એવામાં અમ્પાયર તેને નો બોલ આપી શકે છે.’
વિરાટ કોહલીના આઉટ થવા મામલે તે પોતાની ક્રીઝની બહાર ઉભો હતો અને પોપિંગ ક્રીઝ પર પહોંચતા સમયે બોલ કમરની નીચે ડીપ થતો હતો.
થર્ડ અમ્પાયરે નિર્ણય લેવા માટે હૉક-આઇ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો, જે સમયે કોહલી બોલના ઇમ્પેક્ટમાં આવ્યો તે સમયે તે ક્રીઝની બહાર ઉભો હતો. જો કોહલી પૉપિંગ ક્રીઝમાં સામાન્ય સ્થિતિમાં હોત તો તેની કમરની ઉંચાઇ 1.04 મીટર હોત. જોકે, તે પોતાની ક્રીઝની બહાર રમ્યો ત્યારે બોલ તેની કમરની ઉપર હતો. વિરાટ કોહલી 18 રન બનાવીને આઉટ થયો હતો.








