મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / બીજી ટેસ્ટમાં આઉટ થયા બાદ ભડક્યો વિરાટ કોહલી, બેટ મારીને કાઢ્યો પોતાનો ગુસ્સો

ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. કોહલીએ અત્યાર સુધ

VIDEO / બીજી ટેસ્ટમાં આઉટ થયા બાદ ભડક્યો વિરાટ કોહલી, બેટ મારીને કાઢ્યો પોતાનો ગુસ્સો

ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. કોહલીએ અત્યાર સુધી રમાયેલી 2 ટેસ્ટની 4 ઈનિંગ્સમાં 22.00ની એવરેજ અને 55.00ની સ્ટ્રાઈક રેટથી 88 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 અડધી સદી પણ ફટકારી છે. બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે ભારતીય ટીમ સિરીઝ પણ હારી ગઈ છે.

પ્રથમ ઈનિંગમાં 1 રન બનાવ્યો હતો

પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી માત્ર 1 રન જ બનાવી શક્યો હતો. બીજી ઈનિંગમાં તેણે 40 બોલનો સામનો કર્યો અને 17 રન બનાવ્યા હતા. મિચેલ સેન્ટનરે તેને LBW આઉટ કર્યો હતો. વિરાટ કોહલી અમ્પાયરના નિર્ણય સાથે સહમત નહોતો.

વિરાટ કોહલીએ રિવ્યુ લીધો, પરંતુ તે વ્યર્થ ગયો. વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. પવેલિયન પરત ફરતી વખતે તેણે આઈસ બોક્સમાં બેટ માર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વર્ષે માત્ર 5 ટેસ્ટ મેચ રમી છે

આ વર્ષે ટેસ્ટમાં વિરાટ કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. વિરાટે 2024માં અત્યાર સુધી માત્ર 5 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે માત્ર 1 ફિફ્ટી ફટકારી છે. જાન્યુઆરીમાં, વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 46 રન અને બીજી ઈનિંગમાં 12 રન બનાવ્યા હતા. આ પછી તે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં જોવા મળ્યો હતો. ભારતે ભલે ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશને હરાવ્યું હોય પરંતુ બંને મેચમાં વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું.

પહેલી ટેસ્ટની પ્રથમ ઈનીંગમાં ખાતું ન ખોલ્યું

વિરાટ કોહલીએ ચેન્નાઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 6 રન અને બીજી ઈનિંગમાં 17 રન બનાવ્યા હતા. જ્યારે કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં વિરાટે પ્રથમ ઈનીંગમાં 47 રન અને બીજી ઈનીંગમાં 29* રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ મેચની પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. જ્યારે બીજી ઈનિંગમાં 70 રન બનાવ્યા હતા.

આ સમાચાર શેર કરો