મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલી અને અર્શદીપ સિંહે કર્યા ભાંગડા, રિંકુ સિંહ પણ ઉજવણીમાં મગ્ન થયો

ICC T20 વર્લ્ડ કપ 2024 ની ફાઈનલ એવી જ હતી જે દરેકની અપેક્ષા હતી. છેલ્લી ઓવર સુ

VIDEO / ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલી અને અર્શદીપ સિંહે કર્યા ભાંગડા, રિંકુ સિંહ પણ ઉજવણીમાં મગ્ન થયો

ICC T20 વર્લ્ડ કપ 2024 ની ફાઈનલ એવી જ હતી જે દરેકની અપેક્ષા હતી. છેલ્લી ઓવર સુધી કોઈને અંદાજ ન હતો કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કઈ ટીમ કપ ઉપાડશે. જોકે આ હાઈવોલ્ટેજ મેચમાં રોહિત સેનાનો જ વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ 7 રને જીતીને ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવી દીધો છે.

ભારત સતત નોકઆઉટ સ્ટેજમાં પહોંચ્યા બાદ ICC ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ રહ્યું હતું. ગયા વર્ષે ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, T20 વર્લ્ડ કપની જીત હાર પર મલમનું કામ કરી રહી છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓ પણ ઉજવણીમાં મગ્ન થઈ ગયા.

કોહલી અને અર્શદીપે જોરદાર ડાન્સ કર્યો હતો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં વિરાટ કોહલી અને અર્શદીપ સિંહ ભાંગડા કરી રહ્યા છે. તેની આસપાસ રિંકુ સિંહ, મોહમ્મદ સિરાજ અને ખલીલ અહેમદ પણ જોવા મળે છે. આ સિવાય ભારતનો સપોર્ટ સ્ટાફ પણ ત્યાં હાજર હતો. બધા એક સાથે જોરશોરથી ડાન્સ કરતા હતા. ત્યારે વિરાટ કોહલી અને અર્શદીપે ભાંગડા પણ કર્યા હતા. બંનેનો આ વીડિયો હાલ લાઈમલાઈટમાં છે. આ વીડિયો ICCના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

કિંગ કોહલીએ ફાઈનલમાં પોતાનો ક્લાસ બતાવ્યો હતો

ભારતીય ટીમના સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ આખા T20 વર્લ્ડ કપ 2024માં લોકોની અપેક્ષા મુજબ બેટિંગ કરી ન હતી. તેનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું હતું. કોહલી સતત વહેલો આઉટ થઈ રહ્યો હતો. ફાઈનલ પહેલા તેણે એક ઈનિંગમાં 40 રન પણ બનાવ્યા ન હતા. જોકે એવું કહેવાય છે કે કોહલી મોટા મેચનો ખેલાડી છે. આપણને ફાઈનલમાં પણ આવું જ જોવા મળ્યું. જ્યારે ભારતના ટોપ ઓર્ડરના 3 બેટ્સમેન 50 રનની અંદર આઉટ થઈ ગયા હતા. ત્યારે કોહલી પીચ પર એકલો ઊભો રહ્યો. તેણે પોતાની વિકેટ બચાવીને રમત ચાલુ રાખી હતી. બીજા છેડે ઉભેલા બેટ્સમેનોએ તેનો ફાયદો ઉઠાવ્યો અને રન બનાવ્યા. પછી અંતે કોહલીએ પણ હાથ ખોલ્યા. વિરાટે 59 બોલનો સામનો કર્યો અને 76 રન બનાવ્યા. આ ઈનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 2 સિક્સ ફટકારી હતી.

આ સમાચાર શેર કરો