વિરાટ કોહલી- રોહિત શર્માનો ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ, ભારતીય ક્રિકેટના એક યુગનો અંત
ભારતીય ક્રિકેટ ટીમ માટે 29 જૂન 2024ની તારીખ યાદગાર બની ગઇ છે. આ સાથે જ આ તારીખે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કો

ભારતીય ક્રિકેટ ટીમ માટે 29 જૂન 2024ની તારીખ યાદગાર બની ગઇ છે. આ સાથે જ આ તારીખે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ પહેલા વિરાટ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.તે બાદ રોહિત શર્માએ પણ ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.
વિરાટ કોહલીએ જીત બાદ બ્રૉડકાસ્ટર્સ સાથે વાત કરતા સંન્યાસની જાહેરાત કરી હતી જ્યારે રોહિત શર્માએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સંન્યાસની જાહેરાત કરી હતી. ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરતા રોહિત શર્માએ આ વાતને કન્ફોર્મ કર્યું કે તે વન ડે અને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
પ્રેસ કોન્ફરન્સમાં સંન્યાસને લઇને રોહિત શર્માએ કહ્યું, "આ મારી અંતિમ મેચ પણ હતી. જ્યારથી મે આ ફોર્મેટ રમવાનું શરૂ કર્યું મે એન્જોય કર્યું છે. આ ફોર્મેટને ગુડબાય કહેવા માટે આનાથી સારો સમય ના હોઇ શકે. મને તેની દરેક ક્ષણ પસંદ છે. મે આ ફોર્મેટ સાથે જ પોતાની કરિયરની શરૂઆત કરી હતી. હું કપ જીતવા માંગતો હતો."
ટૂર્નામેન્ટમાં રોહિત શર્માનું પ્રદર્શન
આ ટી-20 વર્લ્ડકપમાં રોહિત શર્મા ઘણા સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન રહ્યો હતો. રોહિત શર્માએ 8 મેચમાં 8 ઇનિંગ્સમાં 36.71ની એવરેજ અને 156.71ના સ્ટ્રાઇક રેટ સાથે 257 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી 3 અડધી સદી ફટકારી હતી જેમાંથી તેનો હાઇસ્કોર 92 રન રહ્યો હતો. રોહિત શર્માએ 24 ફોર અને 15 સિક્સર ફટકારી હતી.
આ મારો અંતિમ વર્લ્ડકપ- વિરાટ કોહલી
મેચ બાદ ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું, 'આ મારો અંતિમ વર્લ્ડકપ હતો. અમે આ મેળવવા માંગતા હતા. એક દિવસ તમે વિચારો છો કે તમારાથી રન નથી બનતા અને ત્યારે આવું થઇ જાય છે. ભગવાન જે કરે છે સારૂ કરે છે. આ મારા માટે 'અત્યારે નહીં તો ક્યારેય નહીં'ની સ્થિતિ હતી. આ મારી ભારત માટે અંતિમ ટી-20 મેચ હતી. અમે આ વર્લ્ડકપ ઉઠાવવા માંગતા હતા. અમે જો હારી પણ જાત તો હું પોતાના સંન્યાસની જાહેરાત કરવાનો હતો.'
વિરાટ કોહલીની અંતિમ ઇનિંગ્સ
વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ પહેલા 7 ઇનિંગ્સમાં માત્ર 75 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ વર્લ્ડકપ ફાઇનલ મેચ અને પોતાના કરિયરની ફાઇનલ મેચમાં પણ 76 રનની ઇનિંગ્સ રમી હતી જેને માટે તેને પ્લેયર ઓફ ધ એવોર્ડ પણ જાહેર કરવામાં આવ્યો હતો.








