મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / 'હું જીવતો છું તો...' હોસ્પિટલમાં દાખલ થયા બાદ સામે આવી વિનોદ કાંબલી પ્રતિક્રિયા

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની હાલત શનિવારે વધુ ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેમને મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં દાખલ કરવા

VIDEO / 'હું જીવતો છું તો...' હોસ્પિટલમાં દાખલ થયા બાદ સામે આવી વિનોદ કાંબલી પ્રતિક્રિયા

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની હાલત શનિવારે વધુ ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેમને મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના મગજમાં લોહી જામી ગયું છે અને તેઓ તેમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે. 52 વર્ષીય કાંબલીને તેમના એક ફેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હવે તેમની હેલ્થ અપડેટ સામે આવી છે કે કાંબલીની તબિયત ઝડપથી સુધરી રહી છે.

આ પણ વાંચો: મોહમ્મદ શમી નહીં જાય ઓસ્ટ્રેલિયા, BCCIએ ક્રિકેટરની ફિટનેસને લઇને આપ્યું અપડેટ

ડોકટરોનો આભાર માન્યો

વિનોદ કાંબલીએ હોસ્પિટલના ડોકટરોનો આભાર માન્યો હતો અને કહ્યું કે, 'હું અહીંના ડોક્ટરોના કારણે જ જીવિત છું. હું એટલું જ કહીશ કે સર (ડોક્ટર) મને જે કહેશે, હું તે કરીશ.' 

હોસ્પિટલે લીધી ખર્ચની જવાબદારી 

કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરાવનાર ફેન થાણે જિલ્લાના ભિવંડીના કાલ્હેર વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલનો માલિક છે. સચિન તેંડુલકરના મિત્ર કાંબલીની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હોસ્પિટલે કાંબલીની સારવારની જવાબદારી લીધી છે અને તેમને આર્થિક મદદની ખાતરી પણ આપી છે.

તાજેતરમાં સચિન તેંડુલકર સાથે થઇ હતી મુલાકાત 

તાજેતરમાં જ, કાંબલીએ મુંબઈના શિવાજી પાર્ક ખાતે રમાકાંત આચરેકરની પ્રતિમાના અનાવરણમાં હાજરી આપી હતી. બાળપણના મિત્ર સચિન તેંડુલકરને મળ્યા, જેનો વીડિયો વાયરલ થયો હતો. બીમાર કાંબલીને ટેકો આપવા માટે ઘણા દિગ્ગજોએ પણ મૌન તોડ્યું હતું. વર્લ્ડ ચેમ્પિયન કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરે તેમને આર્થિક મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આવું રહ્યું વિનોદ કાંબલીનું કરિયર 

વિનોદ કાંબલીએ વર્ષ 1991માં ભારતીય ટીમ માટે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી, તેમણે તેમની છેલ્લી વનડે મેચ વર્ષ 2000માં શ્રીલંકા સામે રમી હતી. તેમણે ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ મેચોમાં કુલ 1084 રન બનાવ્યા છે, જેમાં 4 સેન્ચુરી અને ત્રણ ફિફ્ટી સામેલ છે. આ સિવાય 104 ODI મેચમાં તેના નામે 2477 રન છે.

આ સમાચાર શેર કરો