Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vaibhav Suryavanshi can break Sachin Tendulkar's record

VIDEO: 26 જૂને સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે વૈભવ સૂર્યવંશી, ઈતિહાસ રચવા તૈયાર છે યુવા ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શ્રીલંકામાં A-ટીમ ટ્રાઈ-સિરીઝ ODI ફાઈનલમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં તેણે માત્ર 29 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 94 રન બનાવ્યા હતા. સૌથી નોંધપાત્ર વાત એ છે કે વૈભવે માત્ર 11 બોલમાં અડધી સદી પૂરી કરી દીધી હતી. એવામાં આગામી 3 દિવસ પછી વૈભવ સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નવો ઈતિહાસ રચી શકે છે. 

App Store

15 વર્ષનો વૈભવ સૂર્યવંશી રચી શકે છે નવો ઈતિહાસ

આગામી ત્રણ દિવસ પછી એટલે કે 26 જૂને, બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામેની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ વૈભવની કારકિર્દીનો સૌથી ખાસ દિવસ બની શકે છે. જો વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે, તો તે ફક્ત પોતાનું ડેબ્યુ જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટના ઈતિહાસનું એક મોટું પાનું બદલી નાખશે.

સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે?

બેલફાસ્ટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં જો વૈભવ મેદાનમાં ઉતરશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ડેબ્યુ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બનશે. સચિન તેંડુલકરે 1989માં 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે ભારત માટે ડેબ્યુ કર્યું હતું. હવે વૈભવ પાસે તે રેકોર્ડ ફરીથી લખવાની તક છે, ત્યારે તે મહાન સચિન તેંડુલકરના 37 વર્ષ જૂના રેકોર્ડને તોડશે.

જો કે, વિશ્વના સૌથી નાની ઉંમરના આંતરરાષ્ટ્રીય ડેબ્યુ રેકોર્ડ રોમાનિયાના મારિયન ઘેરાસિમના નામે છે. જેણે 2020માં બુલ્ગારિયા સામે માત્ર 14 વર્ષની ઉંમરે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યુ કર્યું હતું.

ક્રિકેટમાં રેકોર્ડ બનાવવા સહેલા છે પણ તેમને યાદગાર બનાવવા મુશ્કેલ છે. જેમ સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીને મહાનતા સુધી પહોંચાડી હતી તેમ વૈભવનો ખરો પડકાર હવે શરૂ થશે. પરંતુ શ્રીલંકા સામેની ઈનિંગે એક વાત સાબિત કરી દીધી છે કે, યુવા બેટર પ્રેસરની સ્થિતિમાં પાછળ હટવાનો નથી. તે મોટી તકની રાહ જોતો નથી પરંતુ તક મળતાં જ તેને બદલી નાખે છે. જ્યારે વૈભવ ટીમ ઈન્ડિયાની જર્સી પહેરશે ત્યારે તે ભારતનો 120મો T20 આંતરરાષ્ટ્રીય ખેલાડી બનશે.