14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તે કર્યું, જે આજ સુધી કોઈ નથી કરી શક્યું; સદી ફટકારીને બનાવ્યો મોટો રેકોર્ડ

ભારતીય ક્રિકેટમાં એક ખેલાડી ઝડપથી સફળતાની સીડી ચઢી રહ્યો છે. આ ખેલાડી બીજો કોઈ નહીં પણ 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી છે. IPLમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને પ્રભાવિત કરી ચૂકેલો વૈભવ હવે ઘરેલું ક્રિકેટમાં પોતાના બેટથી તબાહી મચાવી રહ્યો છે. હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં બિહાર માટે રમી રહ્યો છે, વૈભવે આ ટુર્નામેન્ટમાં શાનદાર સદી ફટકારી છે. આ સદી સાથે, યુવા ઓપનિંગ બેટ્સમેને ઈતિહાસ રચ્યો છે અને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
14 વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ ઈનિંગની શરૂઆત કરી અને ધમાકેદાર બેટિંગ સાથે માત્ર 58 બોલમાં સદી ફટકારી. તેણે મેચમાં કુલ 61 બોલમાં 108 રનની ધમાકેદાર ઈનિંગ રમી, જેમાં તેણે 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યવંશીએ આમ એક મહત્ત્વપૂર્ણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી 3 T20 સદી ફટકારનાર પહેલો ટીનેજર (13-19 વર્ષન) બન્યો છે. તેણે માત્ર 16 T20 મેચ રમીને આ સિદ્ધિ મેળવી છે. અગાઉ, તેણે IPL 2025માં ગુજરાત ટાઈટન્સ સામે અને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025માં UAE સામે સદી ફટકારી હતી.
ટીનેજમાં સૌથી વધુ T20 સદી
- 3* - વૈભવ સૂર્યવંશી (16 ઈનિંગ્સ)
- 2 - ગુસ્તાવ મેકિયોન (11 ઈનિંગ્સ)
- 2 - આયુષ મ્હાત્રે (10 ઈનિંગ્સ)
સૌથી યુવા સેન્ચુરીયન બન્યો વૈભવ
બિહાર તરફથી રમતા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ તેની પહેલી સદી છે. આ સાથે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે. તેણે 14 વર્ષ અને 250 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. અગાઉ, આ રેકોર્ડ વિજય ઝોલના નામે હતો, જેણે 18 વર્ષ અને 118 દિવસની ઉંમરે સદી ફટકારી હતી.
SMATના ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન
- 14 વર્ષ 250 દિવસ - વૈભવ સૂર્યવંશી*
- 18 વર્ષ 118 દિવસ - વિજય ઝોલ
- 18 વર્ષ 135 દિવસ - આયુષ મ્હાત્રે
- 18 વર્ષ 137 દિવસ - આયુષ મ્હાત્રે
- 19 વર્ષ 25 દિવસ - શેખ રશીદ

