મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટી-20 વર્લ્ડકપમાં અમેરિકાએ રચ્યો ઇતિહાસ,  પ્રથમ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું

ટી-20 વર્લ્ડકપ 2024નો પ્રારંભ થઇ ગયો છે. અમેરિકાએ પ્રથમ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું હત

ટી-20 વર્લ્ડકપમાં અમેરિકાએ રચ્યો ઇતિહાસ,  પ્રથમ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું

ટી-20 વર્લ્ડકપ 2024નો પ્રારંભ થઇ ગયો છે. અમેરિકાએ પ્રથમ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. આ બન્ને ટીમની ટી-20 વર્લ્ડકપમાં ડેબ્યૂ મેચ હતી. કેનેડાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 194 રન બનાવ્યા હતા.જવાબમાં અમેરિકાએ 17.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 197 રન બનાવીને મેચને જીતી લીધી હતી.

એરોન જોન્સની આક્રમક રમત

અમેરિકા તરફથી એરોન જોન્સે આક્રમક રમત રમી હતી. એરોન જોન્સે 40 બોલમાં 4 ફોર અને 10 સિક્સરની મદદથી અણનમ 94 રન બનાવ્યા હતા. આ સિવાય એન્ડ્રીસ ગોસે 65 રન બનાવ્યા હતા. કેપ્ટન અને વિકેટ કીપર મોનાન્ક પટેલે 16 રનની ઇનિંગ્સ રમી હતી.

પડકારનો પીછો કરતા અમેરિકા માટે એરોન જોન્સે સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. એરોન જોન્સે 94 રન બનાવ્યા હતા. આ સિવાય એન્ડ્રીસ ગૂસે 46 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે 65 રન બનાવ્યા હતા. ત્રીજી વિકેટ માટે બન્નેએ 131 (58 બોલ)ની ભાગીદારી કરી હતી.

કેનેડા માટે નવનીત ધાલીવાલે 44 બોલમાં 61 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ્સમાં 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.  અમેરિકા 12 જૂને ભારત સામે ન્યૂયોર્કમાં ટકરાશે.

આ સમાચાર શેર કરો