Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Two teams confirmed for T20 World Cup 2026 semifinal now 2 spots remain

T20 World Cup 2026 / સેમીફાઈનલમાં પહોંચી 2 ટીમો, હવે બાકીના સ્થાનો માટે થશે કાંટાની ટક્કર

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / સેમીફાઈનલમાં પહોંચી 2 ટીમો, હવે બાકીના સ્થાનો માટે થશે કાંટાની ટક્કર
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઈનલમાં બે ટીમો પહેલાથી જ પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂકી છે અને હવે ફક્ત બે સ્થાન બાકી છે. તે બે સ્થાનો માટેની ચાર ટીમો વચ્ચે જંગ ચાલી રહી છે. જ્યારે બે ટીમો બહાર થઈ ગઈ છે. આગામી મેચો ખૂબ જ રસપ્રદ રહેશે એવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે બાકીની કઈ બે ટીમો સેમીફાઈનલ પહોંચે છે.

App Store

સાઉથ આફ્રિકા T20 વર્લ્ડ કપ 2026ના સેમીફાઈનલમાં પહોંચ્યું

બે ટીમો ICC T20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકાએ સુપર-8માં તેની પહેલી બે મેચ જીતી છે અને તેના 4 પોઈન્ટ છે. આ સાથે સેમીફાઈનલમાં ટીમનું સ્થાન નિશ્ચિત છે. જોકે, ઝિમ્બાબ્વે સામેની તેની છેલ્લી મેચ હજુ બાકી છે. ઝિમ્બાબ્વે હવે સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેનીમેચ આ ગ્રુપમાંથી સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ નક્કી કરશે. બંને ટીમોના 2-2 પોઈન્ટ છે. તેમની મેચ 1 માર્ચે સાંજે 7:00 વાગ્યે રમાશે.

ઈંગ્લેન્ડે પણ સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું

બીજા ગ્રુપની વાત કરીએ તો, તેમાંથી ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ટીમે પણ સુપર-8ની પહેલી બંને મેચ જીતી છે અને ચાર પોઈન્ટ મેળવ્યા છે. તેનો અંતિમ મુકાબલો 27 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામે થશે. શ્રીલંકા આ ગ્રુપમાં પોતાની બંને મેચ હારી ગયું છે અને હવે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. આ ગ્રુપમાંથી ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનમાંથી એક ટીમ આગળ વધશે. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ બીજી ટીમ ન્યુઝીલેન્ડ હશે, કારણ કે પાકિસ્તાનની રન રેટ પણ ખૂબ જ ખરાબ છે, જેના કારણે તે બહાર થઈ શકે છે.

આગામી મેચોનું શેડ્યૂલ આ છે

આગામી શેડ્યૂલની વાત કરીએ તો 27 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ થશે. ત્યારબાદ પાકિસ્તાન અને શ્રીલંકા 28 ફેબ્રુઆરી, શનિવારના રોજ એકબીજા સામે ટકરાશે. 1 માર્ચે બે મેચ રમાશે. ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકા બપોરે 3:00 વાગ્યે ટકરાશે, ત્યારબાદ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સાંજે 7:00 વાગ્યે ટકરાશે. આ સાથે સુપર 8નો અંત આવશે અને સેમીફાઈનલ માટે ચારેય ટીમો નક્કી થઈ જશે.