એક જ દિવસે રમાશે ટીમ ઈન્ડિયાની બે મેચ, ફેન્સને મળશે ક્રિકેટનો ડબલ ડોઝ
ક્રિકેટ ફરી એકવાર પૂરજોશમાં છે. ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ બાંગ્લાદે

ક્રિકેટ ફરી એકવાર પૂરજોશમાં છે. ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ બાંગ્લાદેશ સાથે T20I સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે, ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલાથી જ T20 વર્લ્ડ કપ 2024 માટે મેદાનમાં ઉતરી ચૂકી છે. ખાસ વાત એ છે કે ભારતીય મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમો એક જ દિવસે અલગ-અલગ જગ્યાએ વિરોધી ટીમ સામે ટકરાશે.
6 ઓક્ટોબરે મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાનની મેચ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં T20 વર્લ્ડ કપ માટે દુબઈમાં છે. તેની પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે હતી. આ પછી બીજી મેચ સૌથી મોટી હશે. જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે. આ મેચ 6 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. રસપ્રદ વાત એ છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના T20 વર્લ્ડ કપમાં તેની તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમી રહી છે, પરંતુ માત્ર એક જ મેચ છે, જે દિવસના 3 વાગ્યાથી રમાશે. આ મેચમાં ભારત અને પાકિસ્તાન છે.
ભારતની પુરૂષ ટીમ પણ બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમશે
ભારતની પુરૂષ ક્રિકેટ ટીમ પણ બાંગ્લાદેશ સામે સિરીઝ રમવા માટે તૈયાર છે. સિરીઝની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાની છે. જો કે મહિલા ક્રિકેટ ટીમની મેચ દિવસના 3 વાગ્યે કેમ છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ભારતીય પુરૂષ ટીમ 7 વાગ્યે રમશે, આવી સ્થિતિમાં, મહિલા અને પુરૂષ ટીમોની મેચ એક જ સમયે ન થાય તે માટે આવો નિર્ણય લેવાયો હશે.
બંને મેચો અલગ-અલગ ચેનલો પર જોવા મળશે
મહિલા T20 વર્લ્ડ કપ 2024માં હરમનપ્રીતની કપ્તાનીમાં મહિલા ટીમ પાકિસ્તાન સામે બપોરે 3 વાગ્યાથી મેચ રમવાનું શરૂ કરશે,ત તે મેચ સાંજે 7 વાગ્યા સુધીમાં ખતમ થઈ જશે. આ પછી સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં પુરૂષોની ટીમનો મુકાબલો થશે. બંને મેચ અલગ-અલગ નેટવર્ક પર ટેલીકાસ્ટ થશે. મહિલા T20 વર્લ્ડ કપની મેચ સ્ટાર સ્પોર્ટ્સ અને હોટ સ્ટાર પર જોઈ શકાય છે, જ્યારે ભારત અને બાંગ્લાદેશ સિરીઝની મેચ સ્પોર્ટ્સ 18 અને જીઓ સિનેમા પર જોઈ શકાય છે. એટલે કે ભારતીય ટીમો તે દિવસે બપોરે 3 વાગ્યાથી લગભગ 11:30 વાગ્યા સુધી મેદાનમાં હશે. આમ, તમને ક્રિકેટનો ડબલ ડોઝ મળશે.






