WTCમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર 5 બેટ્સમેનો, રોહિત-વિરાટ પાછળ છૂટ્યા

ભારત અને શ્રીલંકા વચ્ચે તાજેતરમાં ગોલમાં પ્રથમ ટેસ્ટ મેચ પૂર્ણ થઈ. ટીમ ઈન્ડિયાએ શાનદાર વિજય મેળવ્યો. બેટ્સમેન અને બોલર બંનેએ પ્રભાવિત કર્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને ભારત માટે જીત મહત્ત્વપૂર્ણ હતી. ટીમ ફાઈનલ માટે દાવેદારીમાં છે. ટીમ ઈન્ડિયા WTCના પહેલા બે રાઉન્ડમાં રનર-અપ રહી હતી, પરંતુ ત્રીજા રાઉન્ડમાં ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી. ભારતીય બેટ્સમેનોએ WTCમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ચાલો તમને સૌથી વધુ રન બનાવનારા પાંચ ભારતીય ખેલાડીઓ વિશે જણાવીએ.
રિષભ પંત
રિષભ પંત WTCમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં મોખરે છે. તેણે તાજેતરની ગોલ ટેસ્ટ મેચમાં શુભમન ગિલને પાછળ છોડી દીધો. પંત તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. પંતે WTCમાં 41 ટેસ્ટમાં 73 ઈનિંગ્સમાં 41.81ની એવરેજ સાથે 2885 રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં 6 સદી અને 17 અડધી સદી પણ બનાવી છે.
શુભમન ગિલ
ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ આ યાદીમાં બીજા ક્રમે છે. ગિલે WTCમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીમાં ગિલે 41 મેચોમાં 75 ઈનિંગ્સમાં 42.16ની એવરેજથી 2,867 રન બનાવ્યા છે. તેના નામે 10 સદી અને 8 અડધી સદી છે. ગિલ ગોલ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સારી નહતો બેટિંગ કરી શક્યો. ભવિષ્યમાં, તે પંતને પાછળ છોડીને નંબર વન બેટ્સમેન બની શકે છે.
રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પણ WTCમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ત્રીજા ક્રમે છે. રોહિતે WTCમાં રમેલી 40 ટેસ્ટ મેચોમાં 69 ઈનિંગ્સમાં 2,716 રન બનાવ્યા છે. તેની એવરેજ 41.15 છે. રોહિતના નામે 9 સદી પણ છે.
રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાએ WTCમાં પોતાની બેટિંગ અને બોલિંગથી બધાના દિલ જીતી લીધા છે. તેણે હંમેશા પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ટીમને જીત અપાવી છે. જાડેજા યાદીમાં ચોથા ક્રમે છે. જાડેજાએ અત્યાર સુધીમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 49 મેચ રમી છે. તેણે 75 ઈનિંગ્સમાં 41.77ની એવરેજથી 2632 રન બનાવ્યા છે. જાડેજાના નામે પાંચ સદી અને 18 અડધી સદી છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલીનો ટેસ્ટ રેકોર્ડ ઉત્તમ છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ પોતાની બેટિંગથી ધૂમ મચાવી છે. વિરાટ ભારતનો પાંચમો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 46 ટેસ્ટ મેચમાં 35.36ની એવરેજથી 2617 રન બનાવ્યા છે. તેના નામે 5 સદી અને 11 અડધી સદી છે.

