Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Canadian cricket team head coach resigned after just three months

કેનેડિયન ક્રિકેટમાં મચ્યો હોબાળો, માત્ર ત્રણ મહિના પછી હેડ કોચે આપ્યું રાજીનામું

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
કેનેડિયન ક્રિકેટમાં મચ્યો હોબાળો, માત્ર ત્રણ મહિના પછી હેડ કોચે આપ્યું રાજીનામું
સોર્સ : gstv

મોન્ટી દેસાઈએ કેનેડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે રાજીનામું આપ્યું છે. આ વર્ષના મે મહિનામાં તેને બીજી વખત હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, અને તેનો બીજો કાર્યકાળ ફક્ત ત્રણ મહિનાનો રહ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજીનામાની જાહેરાત કરી હતી. ટીમ છોડવાનો તેનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કેનેડિયન ટીમ છેલ્લા કેટલાક સમયથી મેચ ફિક્સિંગના આરોપોમાં ફસાયેલી છે.

App Store

મોન્ટી દેસાઈએ તેના બીજા કાર્યકાળને ટૂંકો પરંતુ મહત્ત્વપૂર્ણ ગણાવ્યો. તેણે તેના સોશિયલ મીડિયા પેજ પર લખ્યું, "એક ટૂંકો પરંતુ અર્થપૂર્ણ અધ્યાય. દરેક વાતાવરણ તમને કંઈક નવું શીખવે છે. અહીં મેળવેલા અનુભવે મારા વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે કે ટકાઉ પ્રદર્શન વિશ્વાસ, સમય, મજબૂત સંબંધો, તૈયારી અને ટીમવર્ક પર બનેલ છે." તેણે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો.

તેણે લખ્યું, "ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને આ સફરમાં મને ટેકો આપનાર દરેકનો આભાર. મેં બનાવેલા સંબંધો, શીખેલા પાઠ અને યોગદાન આપવાની તક માટે હું આભારી છું. હું કેનેડિયન ક્રિકેટની પ્રગતિ અને સફળતાની કામના રાખું છું."

કેનેડિયન ટીમ પર ગંભીર આરોપો

મોન્ટી દેસાઈનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડિયન ક્રિકેટ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. 2026ના T20 વર્લ્ડ કપ બાદ, ICCના ભ્રષ્ટાચાર વિરોધી એકમે ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ, ICCએ કેનેડિયન બોર્ડના ભંડોળને સ્થગિત કર્યું અને પછી તેના એસોસિયેટ સભ્યપદને સ્થગિત કરી દીધી. ક્રિકેટ કેનેડાના પુનઃસ્થાપન માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી હતી.

મોન્ટી દેસાઈ 2019માં વેસ્ટ ઈન્ડિઝ ટીમ અને UAEનો બેટિંગ કોચ પણ રહી ચૂક્યો છે. તેણે IPL ટીમો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત લાયન્સ સાથે પણ કામ કર્યું છે.