સ્ટેડિયમમાં હવે 'તમાકુ' અને 'ગુટખા'ની જાહેરાત જોવા નહીં મળે? સ્વાસ્થ્ય મંત્રાલય લઇ શકે છે મોટો નિર્ણય
ભારતમાં રમાનાર આંતરરાષ્ટ્રીય અને IPL મેચ દરમિયાન અવાર નવાર મેદાનમાં 'તમાકુ' અને 'ગુ

ભારતમાં રમાનાર આંતરરાષ્ટ્રીય અને IPL મેચ દરમિયાન અવાર નવાર મેદાનમાં 'તમાકુ' અને 'ગુટખા'ની જાહેરાત જોવા મળે છે. આ જાહેરાતથી બોર્ડની સારી કમાણી થાય છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે હવે સ્ટેડિયમમાં બતાવવામાં આવતી 'તમાકુ' અને 'ગુટખા'ની જાહેરાત બંધ કરવામાં આવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ જાહેરાતને લઇને મોટું પગલું ભરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને વૈશ્વિક આરોગ્ય સંસ્થા વાઇટલ સ્ટેટેજિસ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચ મેમાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું કે 2023માં સ્મોકલેસ તમાકુ (SLT) બ્રાન્ડ્સ માટેની તમામ સરોગેટ જાહેરાતોમાંથી 41.3% ક્રિકેટ વર્લ્ડકપની છેલ્લી 17 મેચ દરમિયાન બતાવવામાં આવી હતી.
હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય BCCIને મેદાન પર ધુમાડા રહિત તમાકુની જાહેરાત બંધ કરવા માટે કહેવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ જાહેરાતોને બંધ કરાવવા પર વધુ ભાર મુકવામાં આવ્યો છે જેને કોઇને કોઇ સેલિબ્રિટી દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી.
સુત્રએ જણાવ્યું કે, "ક્રિકેટ મેચ યુવા જનસંખ્યા વચ્ચે લોકપ્રિય છે. એવા કેટલાક ઉદાહરણ છે જેમાં સરોગેટ ધુમાડા રહિત તમાકુની જાહેરાત ક્રિકેટ મેચ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવી રહી છે અને સેલિબ્રિટીનું સમર્થન થઇ રહ્યું છે. આ અપ્રત્યક્ષ રીતે યુવાઓને પોતાની તરફ ખેચે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર (DGHS) BCCIને પત્ર લખીને કોઇ પણ રીતે તમાકુની જાહેરાત બતાવવાથી રોકવાનો આગ્રહ કરી શકે છે."
ભારતમાં રમાયો હતો 2023 વન ડે વર્લ્ડકપ
મહત્ત્વપૂર્ણ છે કે વન ડે વર્લ્ડકપ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ હોય છે. ભારતે 2023માં રમાયેલા વન ડે વર્લ્ડકપની યજમાની કરી હતી. આ રીતની મોટી ટૂર્નામેન્ટમાં તમાકુ કે ગુટખાની જાહેરાતથી યુવાઓ પર વધુ અસર પડે છે.








