મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs BAN: બાંગ્લાદેશ સામે ટીમમાં સરળતાથી નહીં મળે તક, ખેલાડીઓએ પૂરી કરવી પડશે આ શરતો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટૂંક સમયમાં જ

IND vs BAN: બાંગ્લાદેશ સામે ટીમમાં સરળતાથી નહીં મળે તક, ખેલાડીઓએ પૂરી કરવી પડશે આ શરતો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટૂંક સમયમાં જ ટીમની જાહેરાત કરવામાં આવશે. પરંતુ ખેલાડીઓના પ્રદર્શનના આધારે તેમની પસંદગી થશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલનું સ્થાન લગભગ નિશ્ચિત છે. પરંતુ ઘણા ખેલાડીઓની પસંદગી દુલીપ ટ્રોફીમાં તેમના પ્રદર્શનના આધારે કરાશે. ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે આ ખેલાડીઓએ દુલિપ ટ્રોફીમાં પોતાનું ફોર્મ સાબિત કરવું પડશે.

5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી દુલીપ ટ્રોફીમાં શ્રેયસ અય્યર, ઈશાન કિશન, કેએસ ભરત, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, યશસ્વી અને સરફરાઝ ખાન સહિત ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ભાગ લેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિ આ ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખશે. બાંગ્લાદેશ સામેની સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જે ખેલાડીઓ ફિટ અને ફોર્મમાં હશે તેમને જ એન્ટ્રી મળશે.

ટીમ ઈન્ડિયા માટે સરફરાઝ અત્યાર સુધીમાં 3 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. જેમાં 3 અડધી સદીની મદદથી 200 રન બનાવ્યા હતા. સરફરાઝને બાંગ્લાદેશ સામે પણ તક આપવામાં આવી શકે છે. વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત અને ઋષભ પંત વચ્ચે સ્પર્ધા રહી શકે પરંતુ ટીમ ઈન્ડિયા પંતને પ્રાથમિકતા આપી શકે છે. કેએસ ભરતે ટીમ ઈન્ડિયા વતી 7 ટેસ્ટ મેચ રમતા 221 રન બનાવ્યા છે. જો તે દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરશે તો તેને તક આપવામાં આવી શકે છે.

કુલદીપને મળી શકે છે તક 

શુભમન ગિલ, તિલક વર્મા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ, કુલદીપ યાદવ અને સૂર્યકુમાર યાદવ પણ દુલીપ ટ્રોફીમાં રમશે. ગિલ અને કુલદીપને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શકે છે. કુલદીપની સાથે અશ્વિનને પણ તક મળી શકે છે.  ભારત ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં અને બીજી ટેસ્ટ કાનપુરમાં રમશે.

આ સમાચાર શેર કરો