લ્યો બોલો : એક કેચ પકડવા ત્રણ ખેલાડીઓએ પ્રયાસ કર્યો, છતાં ડ્રોપ કર્યો,
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટ

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મહેમાન ટીમે પ્રથમ ઈનિંગમાં 531 રન ખડક્યા હતા. જોકે, 121મી ઓવરમાં સ્લીપમાં એક કેચ પકડવા માટે બાંગ્લાદેશના ત્રણ ખેલાડીઓએ પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પણ કેચ ડ્રોપ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પ્રભાત જયસૂર્યા અને મેન્ડિસ બેટિંગ કરી રહ્યા હતા. 121મી ઓવર ફાસ્ટ બોલર ખાલિદ અહેમદે નાખી હતી. આ દરમિયાન 120.5 બોલે સ્ટ્રાઈક પર જયસૂર્યા હતો. ત્યારે બોલ બેટને કટ અડીને ફર્સ્ટ સ્લિપમાં ગયો. કેપ્ટન નઝમુલ હસન શાંતોએ બે પ્રયાસ કર્યા છતાં પણ પકડી શક્યો ન હતો. બોલ તેના હાથમાંથી સરકીને બીજી સ્લિપ પર ઉભેલા હુસૈન દીપુ પાસે ગયો. તેના હાથમાંથી બોલ પણ છટકી ગયો હતો.. પછી તે ત્રીજી સ્લિપ પર ઉભેલા ખેલાડી ઝાકિરે ડાઈવ લગાવી પરંતુ તે પણ બોલ પકડી શક્યો ન હોતો.
શ્રીલંકાએ 531 રન બનાવ્યા હતા
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 531 રન બનાવ્યા હતા. ટીમ તરફથી કોઈ બેટ્સમેન સદી ફટકારી શક્યો ન હતો પરંતુ 6 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. કુસલ મેન્ડિસે સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. છેલ્લી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર કામિન્દુ મેન્ડિસ 92 રન બનાવ્યા બાદ અંત સુધી અણનમ રહ્યો હતો. દિમુથ કરુણારત્નેએ 86 રન, કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ 70, દિનેશ ચાંદીમલ 59 અને નિશાન મદુષ્કાએ 57 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.






