મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

'...તો રોહિત ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે', ભારતના વર્લ્ડ કપ વિજેતા ખેલાડીએ હિટમેનને લઈને કહી આ વાત

ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક હાર બાદ સ્ટાર ક્રિકેટર્સના ભવિષ્ય પર સવાલો ઉઠ

'...તો રોહિત ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે', ભારતના વર્લ્ડ કપ વિજેતા ખેલાડીએ હિટમેનને લઈને કહી આ વાત

ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક હાર બાદ સ્ટાર ક્રિકેટર્સના ભવિષ્ય પર સવાલો ઉઠી રહ્યા છે. ફેન્સ બે ખેલાડીઓને સૌથી વધુ નિશાન બનાવી રહ્યા છે. પ્રથમ કેપ્ટન રોહિત શર્મા અને બીજો વિરાટ કોહલી. રોહિત શર્માને નિશાન બનાવવા પાછળ બે કારણો છે. પ્રથમ કે તેનું બેટ આજકાલ શાંત છે. બીજું કે તે કેપ્ટન તરીકે પણ ટીમને સંભાળવામાં નિષ્ફળ રહ્યો હતો. કદાચ આ જ કારણ છે કે જ્યારે 1983માં વર્લ્ડ કપ જીતનાર કૃષ્ણમાચારી શ્રીકાંતને રોહિત અને વિરાટ વિશે પૂછવામાં આવ્યું તો તેમના જવાબો અલગ હતા. જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન શ્રીકાંતે રોહિતની સંભવિત નિવૃત્તિ વિશે દાવો કર્યો હતો, ત્યારે તેમણે વિરાટ માટે કહ્યું હતું કે, તેની પાસે હજુ ઘણો સમય છે.

આ પણ વાંચો: રોહિત શર્મા- વિરાટ કોહલીએ ફગાવી હતી દુલીપ ટ્રોફીમાં રમવાની ઓફર, ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ઉભા થયા સવાલ

સચિન તેંડુલકરની ડેબ્યુ મેચમાં કેપ્ટન રહેલા કૃષ્ણમાચારી શ્રીકાંત ભારતની હારથી નારાજ છે. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર ટીમની ઘણી ખામીઓ ગણાવી હતી. વોશિંગ્ટન સુંદર જેવા યુવા ખેલાડીઓની ખૂબ પ્રશંસા કરનાર શ્રીકાંતે સૌથી વધુ સિનિયર ખેલાડીઓ પર નિશાન સાધ્યું. જ્યારે તેમને રોહિત શર્માની બેટિંગ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ભારતીય કેપ્ટન જે રીતે આઉટ થયો તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. શ્રીકાંતે કહ્યું કે, રોહિત જે રીતે એક ઈનીંગમાં સ્લિપમાં કેચ આઉટ થયો અને પછી બીજી ઈનિંગ પુલ કરતી વખતે આઉટ થયો તે ચિંતાજનક છે.

રોહિતની નિવૃત્તિ પર કહી આ વાત

શ્રીકાંતે મીડિયા હેડલાઇન્સનો પણ ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા મુંબઈમાં છેલ્લી વખત સાથે રમી રહ્યા છે. શું ટીમ પરિવર્તનના સમયગાળામાં છે અને તેના રિકન્સ્ટ્રક્શન પર કામ કરવાની જરૂર છે.' આ સવાલના જવાબમાં શ્રીકાંતે કહ્યું, "ચોક્કસ. 100 ટકા. તમારે આગળ વિચારવું પડશે. મને લાગે છે કે જો ભારત ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન નહીં કરે તો રોહિત ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે. પરંતુ તે વનડે મેચ રમવાનું ચાલુ રાખશે."

'વિરાટ પાસે હજુ સમય છે'

વિરાટ કોહલીની નિવૃત્તિ વિશે પૂછવામાં આવતા પૂર્વ કેપ્ટને કહ્યું, "મને લાગે છે કે આ વિશે વાત કરવી ખૂબ  ઉતાવળ છે. તેની (કોહલી) પાસે હજુ ઘણો સમય છે. તે ઓસ્ટ્રેલિયામાં કમબેક કરી શકે છે. ઓસ્ટ્રેલિયામાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે."

આ સમાચાર શેર કરો