Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This team does not want to play a FIFA World Cup in America

VIDEO: FIFAમાં પણ થયો T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, અમેરિકામાં મેચ નથી રમવા ઈચ્છતી આ ટીમ; વેન્યુ બદલવાની કરી માંગ

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

FIFA World Cup 2026ને લઈને તદ્દન એવો જ વિવાદ સામે આવ્યો છે, જેવો લગભગ 1 મહિના પહેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં સામે આવ્યો હતો. T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે સુરક્ષા વ્યવસ્થાનો હવાલો આપીને ભારત આવીને મેચ રમવાનો ઈનકાર કરી દીધો હતો. અને હવે એવી જ રીતે ઈરાનની ફૂટબોલ ટીમે પણ સુરક્ષા વ્યવસ્થાને કારણ આપીને અમેરિકામાં મેચ રમવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. FIFA વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થશે અને 19 જુલાઈ સુધી ચાલશે.

App Store

હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ

ક્રિકેટ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે પણ ભારતને બદલે ન્યૂટ્રલ ગ્રાઉન્ડની માંગ કરતા પોતાની મેચો શ્રીલંકા અથવા પાકિસ્તાનમાં શિફ્ટ કરવાની માંગ ઉઠાવી હતી. અને હવે ફિફા વર્લ્ડ કપમાં પણ ઈરાને આવી જ રીતે પોતાની મેચો મેક્સિકોમાં શિફ્ટ કરાવવાની માંગ કરી છે. ત્યારબાદ મેક્સિકોએ એક મોટી ઓફર કરતા કહ્યું છે કે જો જરૂર પડે તો તે ઈરાનની મેચોનું પોતાને ત્યાં આયોજન કરી શકે છે. 

મેક્સિકો ઈરાનની મેચો હોસ્ટ કરવા માટે તૈયાર

મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શેનબૌમે જણાવ્યું કહ્યું કે જો ફૂટબોલની વિશ્વ સંસ્થા FIFA ઈચ્છે તો મેક્સિકો ઈરાનની મેચો હોસ્ટ કરવા માટે તૈયાર છે અને દેશને આમાં કોઈ સમસ્યા નહીં થાય. ઈરાની ફૂટબોલ ફેડરેશન પહેલાથી જ FIFAને તેની મેચો અમેરિકાની બહાર કોઈ બીજા દેશમાં શિફ્ટ કરવા વિનંતી કરી ચૂક્યું છે. આ ક્ષેત્રમાં તાજેતરમાં વધેલા લશ્કરી તણાવ અને અમેરિકા સંબંધિત હુમલાઓ બાદ ઈરાનની ટીમને પોતાના ખેલાડીઓની સુરક્ષાને લઈને ચિંતા છે. 

FIFA વર્લ્ડ કપ 2026 પહેલીવાર ત્રણ દેશોની યજમાનીમાં રમાશે. આ ટુર્નામેન્ટ અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં યોજાવાની છે. હાલમાં ઈરાનની કેટલીક ગ્રુપ સ્ટેજ મેચો અમેરિકાના અલગ-અલગ શહેરોમાં રમાવાનું નક્કી છે. 

વિઝા અને રાજકીય માહોલની પણ ચિંતા

ઈરાનને માત્ર સુરક્ષા અંગે જ નહીં, પરંતુ વિઝા નિયમો, મુસાફરી પ્રતિબંધો અને રાજકીય માહોલને લઈને પણ ચિંતા છે. અધિકારીઓનું માનવું છે કે આ કારણોસર ટીમની તૈયારીઓ અને ટુર્નામેન્ટમાં ભાગીદારી પર અસર પડી શકે છે.

મેચ શિફ્ટ કરવું સરળ નથી

જોકે, હાલમાં મેચનું શેડ્યૂલ, સ્ટેડિયમ અને ટિકિટ પહેલાથી જ નક્કી થઈ ચૂકી છે. તેથી મેચને બીજા દેશમાં શિફ્ટ કરવું સરળ નહીં હોય. જોકે, FIFAએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. 

શું ઈરાન વર્લ્ડ કપમાંથી હટી શકે છે?

જો ઈરાનની ચિંતાઓનું સમાધાન ન થાય, તો એવી શક્યતા પણ સેવાઈ રહી છે કે ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરી શકે છે. આ ઘટના દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણની અસર રમતગમત પર પણ પડી શકે છે. મેક્સિકોએ હાલમાં પોતાના દરવાજા ખોલી દીધા છે, પરંતુ અંતિમ નિર્ણય FIFAએ જ લેવાનો રહેશે. તમને જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપમાં પણ છેલ્લે બાંગ્લાદેશે બહાર થવું પડ્યું હતું અને તેના સ્થાને સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવ્યું હતું.