VIDEO / દુબઈના મેદાનમાં થઈ પાકિસ્તાનની ફજેતી, રાષ્ટ્રગીતને બદલે વાગ્યું આ પોપ સોંગ

ગઈકાલે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી કારમી હાર આપી છે. ત્યારે આ મેચમાં એક પછી એક એવી ઘટનાઓ બની જેણે પાકિસ્તાનને શરમમાં મૂકી દીધું. સૌથી પહેલા તો ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ પણ નહતો મિલાવ્યો.
આ પછી જ્યારે રાષ્ટ્રગીતનો સમય થયો ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રગીતને બદલે સ્ટેડિયમમાં 'જલેબી બેબી' ગીત વાગ્યું. એક તરફ, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ પોતાનું રાષ્ટ્રગીત સાંભળવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સ્ટેડિયમમાં DJ પર 'જલેબી બેબી' ગીત વાગ્યું.
DJએ 'Jalebi Baby' વગાડ્યું
આંતરરાષ્ટ્રીય અને એશિયન ટુર્નામેન્ટમાં મેચ પહેલા બંને દેશોનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. ભારત-પાકિસ્તાન મેચમાં પણ રાષ્ટ્રગીતની પરંપરા શરૂ થઈ રહી હતી અને પાકિસ્તાનનું રાષ્ટ્રગીત પહેલા વગાડવાનું હતું. પાકિસ્તાની ખેલાડીઓ રાષ્ટ્રગીત માટે સીધી લાઈનમાં તૈયાર ઉભા હતા અને પછી જેસન ડેરુલો અને ટેશરનું ગીત 'જલેબી બેબી' વાગ્યું અને પાકિસ્તાની ખેલાડીઓ આ સાંભળીને દંગ રહી ગયા.

