બંને પગે ફ્રેક્ચર આવતા 18 મહિના ક્રિકેટથી દૂર રહેવું પડ્યું, ગર્લફ્રેન્ડે કર્યો સપોર્ટ, હવે IPL 2024માં ધૂમ મચાવી રહ્યો છે આ ખેલાડી
નિકલસ પૂરન IPL 2024માં ધૂમ મચાવી રહ્યા છે. જો કે ગયા વર્ષે તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. પરતું આ સ

નિકલસ પૂરન IPL 2024માં ધૂમ મચાવી રહ્યા છે. જો કે ગયા વર્ષે તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. પરતું આ સિઝનમાં નિકલસે 161થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 223 રન બનાવ્યા છે. નિકલસ પૂરન છેલ્લા 2 વર્ષથી લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમી રહ્યો છે.
નિકલસ પૂરનનું થયું હતું એકસીડન્ટ
વર્ષ 2015માં 19 વર્ષની ઉંમરે નિકલસ પૂરનનું એક ગંભીર કાર એકસીડન્ટ થયું હતું. જેમાં તેના બંને પગમાં ફ્રેક્ચર થયું હતું. એવામાં ડોકટરે કહ્યું હતું કે ભવિષ્યમાં તે ભાગ્યે જ તે ક્રિકેટ રમી શકશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર બેટ્સમેન પૂરને પણ સ્વીકાર્યું હતું કે તેને પગમાં કઈ પણ અહેસાસ થતો ન હતો.
નિકલસ પૂરન 18 મહિના સુધી ક્રિકેટ મેદાનથી દૂર રહ્યો હતો. એ સમયે એવું જ લાગતું હતું કે પૂરન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ઓળખ ઉભી કરે તે પહેલા જ નિવૃત્તિ લઈ લેશે. એ સમયે તેને પોતાનું ભવિષ્ય શું હશે તે વિશે ખબર ન હતી. એ સમયે તેની ગર્લફ્રેન્ડે તેને સપોર્ટ કર્યો હતો.
https://twitter.com/CricCrazyJohns/status/1139768224256368640
ગર્લફ્રેન્ડે નિકલસને સપોર્ટ કર્યો
તે સમયે નિકલસ પૂરન એલિસા મિગુએલ સાથે રિલેશનશિપમાં હતો. તે દરમિયાન, એલિસાએ નિકલસને સપોર્ટ કર્યો અને તેને ઈજામાંથી બહાર આવવામાં મદદ કરી હતી. જે બાબતે પૂરને પોતે એક પોસ્ટમાં આ જણાવ્યું હતું.
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કાર્ય બાદ નિકોલસ પૂરને વર્ષ 2020માં એલિસા મિગુએલ સાથે લગ્ન કર્યા હતા. લગભગ 2 વર્ષ પહેલા પૂરને પોતાની પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
IPL 2024માં અત્યાર સુધી 6 મેચમાં 223 રન બનાવ્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 74 રહ્યો છે. કેએલ રાહુલની કેપ્ટન્સીમાં આ વર્ષે ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે. લખનનૌએ અત્યાર સુધી 6માંથી 3 મેચ જીતી છે.








