મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમમાં એકાએક આ ખેલાડીની થઈ એન્ટ્રી

એકબાજુ બેંગ્લોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો છે. બીજી બાજુ બીસીસીઆઈ બીજી

ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમમાં એકાએક આ ખેલાડીની થઈ એન્ટ્રી

એકબાજુ બેંગ્લોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો છે. બીજી બાજુ બીસીસીઆઈ બીજી અને અંતિમ ટેસ્ટ માટે ટીમ સ્ક્વોર્ડમાં ફેરફાર કર્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

સુંદરે તેની છેલ્લી ટેસ્ટ 2021માં રમી હતી

તમને જણાવી દઈએ કે વોશિંગ્ટન સુંદરે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ માર્ચ 2021માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અમદાવાદમાં રમી હતી. અત્યાર સુધી તે ભારત માટે ચાર ટેસ્ટ રમી ચૂક્યો છે. આ મેચોની 6 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 66.25ની એવરેજથી 265 રન બનાવ્યા છે, જેમાં તેણે 3 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં સુંદરનો ઉચ્ચ સ્કોર 96* રન છે. આ સિવાય તેણે 7 ઇનિંગ્સમાં બોલિંગ કરતા 49.83ની એવરેજથી 6 વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી. 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતમાં આ ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે સન 1988માં જ્હોન રાઈટની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડ જીત્યું હતું. ન્યૂઝીલેન્ડે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. 

આ સમાચાર શેર કરો