મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ ગઈ આ ટીમ, સુપર-8માં પહોંચવાનું સપનું તૂટી ગયું

T20 વર્લ્ડ કપ 2024માં ફેન્સને ઘણી મેચ જોવા મળી રહી છે. T20 વર્લ્ડ કપની આ એડિશન ઘણી ખાસ છે. આ વ

T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ ગઈ આ ટીમ, સુપર-8માં પહોંચવાનું સપનું તૂટી ગયું

T20 વર્લ્ડ કપ 2024માં ફેન્સને ઘણી મેચ જોવા મળી રહી છે. T20 વર્લ્ડ કપની આ એડિશન ઘણી ખાસ છે. આ વખતે ટુર્નામેન્ટમાં 20 ટીમો રમી રહી છે. આ ટીમો હાલમાં સુપર-8માં પોતાનું સ્થાન બનાવવા માટે એકબીજા સામે લડી રહી છે. પરંતુ આ એડિશનની 20મી મેચ બાદ એક ટીમ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ ટીમ સતત ત્રણ મેચ હારી ચૂકી છે, તેથી આ ટીમ હવે સુપર-8માં પોતાનું સ્થાન બનાવી શકશે નહીં.

આ ટીમ સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ છે

T20 વર્લ્ડ કપ 2024માં 20 ટીમોને 5-5ના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાંથી ગ્રુપ Bની એક ટીમ સુપર-8ની રેસમાંથી બહાર છે. આ ટીમ ઓમાન છે. ઓમાન આ વખતે ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ છે. ગ્રુપ સ્ટેજની 20મી મેચ ઓમાન અને સ્કોટલેન્ડ વચ્ચે રમાઈ હતી. ઓમાનને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને આ એડિશનમાં તેની આ ત્રીજી હાર હતી. આવી સ્થિતિમાં, તે હવે તેના ગ્રુપમાં ટોપ-2 સુધી પહોંચી શકશે નહીં. બીજી તરફ સ્કોટલેન્ડે સતત બીજી જીત હાંસલ કરતાં ઈંગ્લેન્ડ માટે ટેન્શનમાં વધારો કર્યો છે.

ઓમાનની ટીમને એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો

સ્કોટલેન્ડ અને ઓમાન વચ્ચેની આ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓમાને 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા. જ્યારે 151 રનના ટાર્ગેટનો પીછો કરતા સ્કોટલેન્ડે 41 બોલ બાકી રહેતા જીત મેળવી લીધી હતી. વિસ્ફોટક બેટિંગની મદદથી સ્કોટલેન્ડે માત્ર 13.1 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટીમ માટે બ્રેન્ડન મેકમુલેને સૌથી મોટી ઈનિંગ્સ રમી હતી. તેણે 31 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડની ટીમનું ટેન્શન વધી ગયું

સ્કોટલેન્ડે સતત બીજી મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ટીમ ગ્રુપ Bના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગઈ છે. સ્કોટલેન્ડના 3 મેચમાં 5 પોઈન્ટ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના 2 મેચમાં 4 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં, સુપર 8માં પહોંચવા માટે, ઈંગ્લેન્ડે તેની બાકીની બંને મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. આ સિવાય સ્કોટલેન્ડ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ હારશે તો જ ઈંગ્લેન્ડનો ચાન્સ રહેશે.

આ સમાચાર શેર કરો