Video / ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરનું આક્રમક રૂપ, ગગનચુંબી છગ્ગો ફટકારી તોડી કોમેન્ટ્રી બોક્સની બારી
ન્યુઝીલેન્ડના પૂર્વ ઓપનર માર્ટિન ગપ્ટિલે T20 લીગમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ડેનિયલ ક્રિશ્ચ

ન્યુઝીલેન્ડના પૂર્વ ઓપનર માર્ટિન ગપ્ટિલે T20 લીગમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ડેનિયલ ક્રિશ્ચયનને હંફાવી દીધો હતો. સધર્ન સુપર સ્ટાર્સ માટે રમતા ગપ્ટિલે ક્રિશ્ચયનની ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકારતા રેકોર્ડ સર્જ્યો હતો. પોતાની ધુઆંધાર બેટિંગથી મણીપાલ ટાઈગર્સ વિરૂદ્ધ માત્ર 29 બોલમાં 68 રન ફટકાર્યા હતા.
માર્ટિન ગપ્ટિલ હાલ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) માં રમી રહ્યો છે. આ લીગમાં વિશ્વભરના અનેક પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ રમી રહ્યા છે. આ T20 લીગમાં ગપ્ટિલ સધર્ન સુપર સ્ટાર્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
ગપ્ટિલ આક્રમક મોડમાં
પોતાના જમાનામાં વિસ્ફોટક બેટરની ઓળખ ધરાવતા ગપ્ટિલે મણીપાલ ટાઈગર્સ વિરૂદ્ધ પોતાનું જૂનુ રૂપ દેખાડીને ફેન્સને આશ્ચર્યચકિત કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડેનિયલની ધોલાઈ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
9 ઓવરમાં દનાદન છગ્ગા
સધર્ન સુપર સ્ટાર્સ તરફથી ગપ્ટિલે નવ ઓવરમાં જ દનાદન છગ્ગાઓનો વરસાદ કર્યો હતો. મિડ-વિકેટથી ઉપર છગ્ગા ફટકાર્યા હતા. બીજી ઓવરમાં બીજા બોલ પર ગપ્ટિલે ફાઈન-લેગની દિશામાં છગ્ગો માર્યો હતો. ગપ્ટિલે ક્રિશ્ચયનની ઓવરમાં કુલ 30 રન ફટકાર્યા હતા. ગપ્ટિલે હરભજનની ઓવરમાં ગગનચુંબી છગ્ગો ફટકાર્યો, જેને કારણે કોમેન્ટ્રી બોક્સની બારીનો કાચ તૂટી ગયો હતો. 29 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારી 68 રન બનાવ્યા હતા.
સધર્ન સુપર સ્ટાર્સની જીત
માર્ટિન ગપ્ટિલની ધુઆંધાર બેટિંગના કારણે સધર્ન સુપર સ્ટાર્સે 15 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 194બનાવ્યા હતા. જેની સામે મણિપાલ ટાઈગર્સની ટીમ 13.1 ઓવરમાં 152 રનમાં જ ઓલઆઉટ થઈ હતી.








