મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

આ દિગ્ગજ ક્રિકેટરના ઘરમાં થઇ ચોરી,કિંમતી સામાન લઇ ગયા ચોર

ઇંગ્લેન્ડના કેપ્ટન બહેન સ્ટોક્સના ઘરે ચોરી થવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમ

આ દિગ્ગજ ક્રિકેટરના ઘરમાં થઇ ચોરી,કિંમતી સામાન લઇ ગયા ચોર

ઇંગ્લેન્ડના કેપ્ટન બહેન સ્ટોક્સના ઘરે ચોરી થવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટને સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. સ્ટોક્સે જણાવ્યું કે જ્યારે તે પાકિસ્તાનના પ્રવાસે હતો ત્યારે 17 ઓક્ટોબરે તેના ઘરમાં ચોરી થઇ છે. 

બહેન સ્ટોક્સે કિંમતી વસ્તુને પરત મેળવવા માટે મદદ માંગી છે. આ ચોરી સ્ટોક્સના ઉત્તર પૂર્વમાં કૈસલ ઇર્ડનમાં તેના ઘરે થઇ છે. આ સમયે તે તેની પત્ની ક્લેયર અને બે બાળકો સાથે ઘરે જ હતો. સ્ટોક્સનું કહેવું છે કે તેના પરિવારને કોઇ નુકસાન થયું નથી પરંતુ આ ઘટનાએ તેની ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર અસર કરી છે.

જ્યારે બેન સ્ટોક્સના ઘરે ચોરી થઇ ત્યારે તે પાકિસ્તાન વિરૂદ્ધ મુલતાનમાં બીજી ટેસ્ટ મેચ રમતો હતો. 33 વર્ષના આ ખેલાડીએ જણાવ્યું કે ચોરી કરવામાં આવેલી વસ્તુમાં 2020માં મળેલો OBE મેડલ, ત્રણ ચેન, વીંટી અને એક ડિઝાઇનર બેગ સામેલ છે.

બેન સ્ટોક્સે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક પોસ્ટમાં લખ્યુ, "આ ગુનાની સૌથી ખરાબ વાત એ છે કે જ્યારે મારી પત્ની અને બે નાના બાળકો ઘરમાં હાજર હતા ત્યારે આ ચોરી કરવામાં આવી હતી. સદભાગ્યે, મારા પરિવારના કોઇપણ સભ્યને શારીરિક નુકસાન થયું નથી. જોકે, આ અનુભવે તેની ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર અસર કરી છે. આ પરિસ્થિતિ કેટલી ખરાબ હોઇ શકે તેની આપણે કલ્પના જ કરી શકીએ છીએ. હું ચોરાયેલી કેટલીક વસ્તુઓના ફોટોગ્રાફ્ટ શેર કરી રહ્યો છું- જેની મને આશા છે કે સરળતાથી તમે ઓળખી શકશો.  આપણે તે લોકોને શોધી શકીશું જે તેના માટે જવાબદાર છે."

આ સમાચાર શેર કરો