WPL 2026 Mega Auction / આ વિદેશી સ્ટાર ખેલાડીઓ રહી અનસોલ્ડ, ઓક્શનમાં કોઈ ટીમે ન દાખવ્યો રસ

વિમેન્સ પ્રીમિયર લીગ 2026ના મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓનું નસીબ બદલાયું છે. આ ઓક્શનમાં દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી હતી, જ્યારે શિખા પાંડે પર પણ પૈસાનો વરસાદ થયો હતો. યુપી વોરિયર્સે દીપ્તિ માટે 3.2 કરોડ રૂપિયા ખર્ચ્યા, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે અમેલિયા કેરને 3 કરોડ રૂપિયામાંખરીદી હતી. જોકે, કેટલીક આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓ એવી હતી, જેના નામ પર કોઈપણ ટીમે રસ ન દાખવ્યો. ચાલો આવી 5 ખેલાડીઓ વિશે જાણીએ.
એલિસા હીલી
ઓસ્ટ્રેલિયાની વિસ્ફોટક બેટ્સમેન એલિસા હીલી અનસોલ્ડ રહી ત્યારે બધાને આશ્ચર્ય થયું. 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે ઓક્શનમાં પ્રવેશેલી હીલી પર મોટી બોલી લાગવાની અપેક્ષા હતી. જોકે, કોઈપણ ટીમે કાંગારૂ વિકેટકીપર-બેટ્સમેનમાં કોઈ રસ ન દાખવ્યો.
એલેના કિંગ
ODI વર્લ્ડ કપ 2025માં 7 મેચમાં 13 વિકેટ લેનારી એલેના કિંગને પણ ઓક્શનમાં ખરીદદાર ન મળ્યો. એલેનાએ તેની બેઝ પ્રાઈસ 40 લાખ રૂપિયા નક્કી કરી હતી, આમ છતાં કોઈ ટીમે તેના પર બોલી નહતી લગાવી.
એમી જોન્સ
ઈંગ્લેન્ડની વિકેટકીપર-બેટ્સમેન એમી જોન્સને વિમેન્સ પ્રીમિયર લીગની ઓક્શનમાં ખરીદદાર ન મળ્યો. જોન્સને ઈંગ્લિશ ટીમની શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેનું અનસોલ્ડ રહેવું આશ્ચર્યજનક હતું. એમી જોન્સનું નામ બે વાર આવ્યું, છતાં કોઈ ટીમે રસ ન દાખવ્યો.
તાજમિન બ્રિટ્સ
સાઉથ આફ્રિકાની બેટર તાજમિન બ્રિટ્સના નામ પર પણ કોઈ ટીમે બોલી ન લગાવી. તાજેતરના વર્લ્ડ કપમાં બ્રિટ્સનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું, તેણે 9 મેચમાં 235 રન બનાવ્યા હતા. જોકે, કોઈપણ ટીમે તેને સ્કવોડમાં સામેલ કરવા યોગ્ય ન માની.
ગ્રેસ હેરિસ
ઓસ્ટ્રેલિયન ઓપનર ગ્રેસ હેરિસ પણ એ ખેલાડીઓમાં સામેલ હતી જેમને ઓક્શનમાં ખરીદદાર ન મળ્યો. હેરિસે તેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા નક્કી કરી હતી, પરંતુ તે કોઈપણ ફ્રેન્ચાઈઝીનો વિશ્વાસ જીતવામાં સફળ નહીં.

