મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 World Cup 2024: પાકિસ્તાન સહિત આ ટીમોએ હજુ સુધી નથી કરી ટીમની જાહેરાત, ડેડલાઇન પૂર્ણ

ટી-20 વર્લ્ડકપ 2024નો પ્રારંભ થવામાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય બ

T20 World Cup 2024: પાકિસ્તાન સહિત આ ટીમોએ હજુ સુધી નથી કરી ટીમની જાહેરાત, ડેડલાઇન પૂર્ણ

ટી-20 વર્લ્ડકપ 2024નો પ્રારંભ થવામાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. કેટલીક ટીમ એવી છે જેમને હજુ સુધી પોતાની ટીમની જાહેરાત કરી નથી. ICCની આ મેગા ઇવેન્ટમાં આ વખતે કુલ 20 ટીમ ભાગ લઇ રહી છે જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ સહિત 11 ટીમોએ પોત પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત 9 ટીમ એવી છે જેમને પોતાની ટીમની જાહેરાત કરી નથી. મહત્ત્વપૂર્ણ છે કે ટી-20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરવાની  ડેડલાઇન ICCએ 1 મે સુધી આપી હતી.

25 મે સુધી તમામ ટીમ કરી શકે છે બદલાવ

25 મે સુધી તમામ ટીમ બદલાવ કરી શકે છે. આ તારીખ પછી જો કોઇ ટીમે બદલાવ કરવો હશે તો તેના માટે ICCની પરવાનગી લેવી પડશે. અત્યાર સુધી કઇ ટીમે T20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી તેના વિશે જાણીયે.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

રિઝર્વ- શુભમન ગિલ, રિન્કુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન

અફઘાનિસ્તાન: રહમાનુલ્લાહ ગુરબાજ (વિકેટ કીપર), ઇબ્રાહિમ જાદરાન, અજમતુલ્લાહ ઉમરજઇ, નજીબુલ્લાહ જાદરાન, મોહમ્મદ ઇશાક, મોહમ્મદ નબી, ગુલબદીન નાયબ, કરીમ જન્નત, રાશિદ ખાન (કેપ્ટન), નાંગ્યાલ ખરોતી,મુજીબ ઉર રહમાન, નૂર અહેમદ, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી, ફરીદ અહમદ મલિક

રિઝર્વ- સેદિક અટલ, હજરતુલ્લાહ જજઇ, સલીમ સફી

ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા,

ઇંગ્લેન્ડ- જોસ બટલર (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોનાથન બેરિસ્ટો, હેરી બ્રુક, સેમ કર્રન, બહેન ડકેટ, ટોમ હાર્ટલે, વિલ જેક, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, ફિલ સોલ્ટ, રીસ ટોપલે, માર્ક વુડ

ન્યૂઝીલેન્ડ- કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી

દક્ષિણ આફ્રિકા- એડન માર્કરમ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, બ્યોન ફોર્ટુઇન, રીઝા હેન્ડરિક્સ, માર્કો જાનસન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિક નોર્તજે, કાગિસો રબાડા, રયાન રિકેલ્ટન, તબરેજ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ

વેસ્ટ ઇન્ડિઝ- રોવમેન પોવેલ (કેપ્ટન), અલ્જારી જોસેફ, જોનસન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઇ હોપ, અકીલ હોસેન, શમર જોસેફ, બ્રેન્ડન કિંગ, ગુડાકેશ મોતી, નિકોલસ પૂરન, આંદ્રે રસેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ

આ દેશે હજુ સુધી નથી કરી ટીમની જાહેરાત

પાકિસ્તાન, બાંગ્લાદેશ, આયરલેન્ડ, નામીબિયા, નેધરલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, સ્કોટલેન્ડ, શ્રીલંકા, યુગાન્ડા

આ સમાચાર શેર કરો