IND vs ENG સિરીઝ દરમિયાન હેડલાઇન્સમાં રહ્યા આ વિવાદો, બોલ બદલવાથી સમય બગાડવા સુધી; ખેલાડીઓએ દેખાડ્યું ઉગ્ર રૂપ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રમાયેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રોમાંચથી ભરેલી હતી. છેલ્લા દિવસ સુધી, આ બંને ટીમોએ એવી રમત રમી કે આખી દુનિયાની નજર તેના પર મંડાયેલી રહી. આખરે સિરીઝ 2-2 થી ડ્રો રહી અને બંને ટીમોના કેપ્ટનોએ સ્વીકાર્યું કે આ સિરીઝનું યોગ્ય પરિણામ છે. દરેક મેચમાં ઉત્તેજના હતી અને વિવાદો પણ હતા.
આ સિરીઝમાં થયેલા વિવાદોએ પણ આગ પકડી અને તેની ચર્ચા આખી દુનિયામાં થવા લાગી. પછી ભલે તે બોલ બદલવાની વાત હોય કે સમય બગાડવા માટે ઈંગ્લેન્ડ ટીમનો ડ્રામા. અમે તમને આ સિરીઝના પાંચ મોટા વિવાદો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝના પાંચ મોટા વિવાદો
ડ્યુક્સ બોલની ગુણવત્તા ચર્ચાનો વિષય બની
ઈંગ્લેન્ડમાં ડ્યુક્સ બોલનો ઉપયોગ થાય છે. તાજેતરના સમયમાં આ બોલને લઈને ઘણો વિવાદ થયો છે, જે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં વધુ ઘેરો બન્યો છે. કંપનીના માલિકે પણ આ અંગે નિવેદન આપવું પડ્યું. સિરીઝ દરમિયાન, ડ્યુક્સ બોલની ગુણવત્તા અંગે મોટો વિવાદ થયો હતો. બોલ ઝડપથી નરમ પડવાની અને વારંવાર બદલવાની સમસ્યા બંને ટીમોને પરેશાન કરતી હતી. સમગ્ર સિરીઝ દરમિયાન, બોલને ખૂબ વહેલો બદલવાની ફરિયાદો આવવા લાગી. અમ્પાયરે ભારતની અપીલોને અવગણી હતી અને ઈંગ્લેન્ડની દલીલો સ્વીકારી હતી.
લોર્ડ્સ ટેસ્ટમાં બોલને લઈને વિવાદ
લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન બોલ બદલવાની પ્રક્રિયાએ મોટો વિવાદ સર્જ્યો હતો. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં, બીજો નવો બોલ ફક્ત 10 ઓવર પછી જ ખરાબ થઈ ગયો હતો, અને ભારતીય ટીમે આરોપ લગાવ્યો હતો કે બદલાયેલ બોલ નિયમો મુજબ સમાન સમય મર્યાદાનો નહતો. ભારતનું માનવું હતું કે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ફાયદો થયો કારણ કે જૂના બોલમાં સ્વિંગ અને સીમ ઓછી થઈ ગઈ હતી. ભારતીય ટીમ મેનેજમેન્ટે આને અનુચિત લાભ માન્યો હતો. ભારત આ મેચ હારી ગયું અને સિરીઝમાં 1-2 થી પાછળ રહી ગયું.
માન્ચેસ્ટર ટેસ્ટમાં હાથ ન મીલાવાનો વિવાદ
માન્ચેસ્ટર ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડની પકડમાં હતી, પરંતુ રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે સદી ફટકારીને ઈંગ્લેન્ડ પાસેથી મેચ છીનવી લીધી અને મેચ ડ્રો કરી. ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે, છેલ્લા સેશનમાં, જ્યારે ઈંગ્લેન્ડ જીતવાની સ્થિતિમાં ન હતું, ત્યારે કેપ્ટન બેન સ્ટોક્સે જાડેજા અને સુંદર સામે હાથ મિલાવીને મેચ ડ્રોમાં સમાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ બંનેએ તેને નકારી કાઢ્યો કારણ કે બંને તેમની સદીની નજીક હતા.
જાડેજા અને સુંદરે તેમની સદી પૂર્ણ કરી, પરંતુ મેચ ડ્રો થયા પછી, સ્ટોક્સે રવિન્દ્ર જાડેજા સાથે હાથ ન મિલાવ્યો. આનાથી ઘણો હોબાળો થયો. ભારતીય કોચ ગૌતમ ગંભીરે આની ટીકા કરી અને કહ્યું કે ખેલાડીઓને તેમની સદીનો અધિકાર મળવો જોઈએ.
ઈંગ્લેન્ડે સમય બગાડ્યો
લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી મેચના ત્રીજા દિવસે, જ્યારે રમત સમાપ્ત થવામાં થોડો સમય બાકી હતો, ત્યારે ઈંગ્લેન્ડના બેટ્સમેન ઝેક ક્રોલીએ જાણી જોઈને સમય બગાડવાની રણનીતિ અપનાવી જેથી ઈંગ્લેન્ડને ઓછી ઓવર રમવી પડે અને વિકેટ બચાવી શકાય. જ્યારે જસપ્રીત બુમરાહનો એક બોલ તેના હાથમાં વાગ્યો, ત્યારે તેણે તાત્કાલિક ફિઝિયોને બોલાવ્યો અને તેને સારવાર કરાવ્યા વિના પાછો મોકલી દીધો. ભારતીય કેપ્ટન ગિલને આ વાત ન ગમી અને તેણે ક્રોલીને ઠપકો આપ્યો. કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી પણ ઈંગ્લેન્ડ સાથે દલીલમાં ઉતર્યા. બેન ડકેટ પણ ગિલ સાથે ઝઘડો કર્યો અને કેએલ રાહુલ પણ વચ્ચે આવ્ય હતો.
ઈન્જરી સબસ્ટિટ્યુટ નિયમો પર ગંભીર-સ્ટોક્સ સામસામે આવ્યા
સિરીઝ દરમિયાન, ટેસ્ટ ક્રિકેટમાં ઈજાને કારણે ઈન્જરી સબસ્ટિટ્યુટ નિયમ પર ભારતના કોચ ગૌતમ ગંભીર અને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ વચ્ચે દલીલ થઈ. સ્ટોક્સે આ નિયમ વિશે કહ્યું હતું કે ટીમો આનો ગેરવાજબી લાભ લઈ શકે છે અને નાની ઈજાઓનું બહાનું બનાવીને નવા ખેલાડીને લાવી શકે છે. ગંભીરે નિતમનું સમર્થન કર્યું, પરંતુ સ્ટોક્સે તેને રમતની ન્યાયીતાની વિરુદ્ધ માન્યું. આ દલીલ ટેસ્ટ ક્રિકેટના નિયમો પર વ્યાપક ચર્ચાનું કારણ બની. ચોથી ટેસ્ટ મેચમાં રિષભ પંત ઘાયલ થયા પછી આ મુદ્દો ઉભો થયો.

