Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian player broke trust in England now it is difficult to get a chance in the team again

ભારતીય ખેલાડીએ ઇંગ્લેન્ડમાં તોડ્યો વિશ્વાસ, હવે ફરી ટીમમાં તક મળવી મુશ્કેલ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ભારતીય ખેલાડીએ ઇંગ્લેન્ડમાં તોડ્યો વિશ્વાસ, હવે ફરી ટીમમાં તક મળવી મુશ્કેલ
સોર્સ : GSTV

ભારતે ઇંગ્લેન્ડને ઓવલ ટેસ્ટમાં 6 રને હરાવીને પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો કરી છે. ટીમ ઇન્ડિયાની આ જીત સાથે જ ભારતના એક ખેલાડીને નવું જીવતદાન મળ્યું છે. ઇંગ્લેન્ડમાં આ ખેલાડીના ખરાબ પ્રદર્શનને લઇને તેની ટીકા થઇ હતી. ઇંગ્લેન્ડમાં ભારતીય ખેલાડીએ 205 રન બનાવ્યા હતા.

App Store

ભારતીય ખેલાડી માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખરાબ રહ્યો

ઇંગ્લેન્ડ પ્રવાસમાં જે ખેલાડીના ખરાબ પ્રદર્શનની વાત થઇ રહી છે તેનું નામ કરૂણ નાયર છે. કરૂણ નાયર ઇંગ્લેન્ડ પ્રવાસમાં પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહતો અને બીજી ઇનિંગમાં 20 રન બનાવ્યા હતા. બીજી ટેસ્ટમાં શુભમન ગિલે બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી અને ટીમને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જ્યારે કરૂણ નાયર રન બનાવવા માટે ઝઝુમતો જોવા મળ્યો હતો અને તેના બેટથી પ્રથમ ઇનિંગમાં 31 અને બીજી ઇનિંગમાં 26 રન બનાવ્યા હતા.

ચોથી ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાંથી થયો બહાર

તે બાદ તેને ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમા 40 રન બનાવીને સારી શરૂઆત કરી પણ મોટી ઇનિંગમાં તેને બદલી શક્યો નહતો. આ મેચમાં બીજી ઇનિંગમાં તેને માત્ર 14 રન બનાવ્યા હતા. કરૂણ નાયરનું બેટિંગ ઓર્ડર પણ બદલાઇ ગયું હતું પરંતુ તેનાથી વધુ ફરક પડ્યો નહતો.ચોથી ટેસ્ટ મેચમાં કરૂણ નાયરને પડતો મુકવામાં આવ્યો હતો.