Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : The time of the first T20I between India and England has changed

IND vs ENG / બદલાઈ ગયો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20Iનો સમય, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / બદલાઈ ગયો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20Iનો સમય, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ
સોર્સ : gstv

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 1 જુલાઈથી શરૂ થવાનો છે. ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામેની બે મેચની T20I સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા વાપસી કરશે અને ઈંગ્લેન્ડ સામે સિરીઝ જીતવાનું લક્ષ્ય રાખશે. આયર્લેન્ડ સામેની T20I મેચ સાંજે 6:00 વાગ્યે શરૂ થઈ રહી હતી, પરંતુ હવે ટીમ ઈન્ડિયાની મેચોનો સમય બદલાશે. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20I ભારતીય સમય મુજબ મોડે રાત્રે શરૂ થશે.

App Store

પ્રથમ T20I ક્યાં રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ચેસ્ટર-લે-સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ પર રમાશે. બંને દેશો વચ્ચેની પાંચેય મેચ અલગ-અલગ સ્થળોએ રમાઈ રહી છે અને આ મેચ ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં શરૂ થશે.

પ્રથમ T20I કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી મેચ યુનાઇટેડ કિંગડમના સ્થાનિક સમય મુજબ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:00 વાગ્યે શરૂ થશે. સમય ઝોનના તફાવતને કારણે, મેચ ભારતીય સમય મુજબ મોડી રાત્રે શરૂ થશે. ભારતીય ફેન્સે મેચ જોવા માટે મોડે સુધી જાગવું પડશે.

મેચ ક્યાં જોઈ શકો છો?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20I મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર લાઈવ ટેલિકાસ્ટ થશે. ફેન્સ મેચને વિવિધ ભાષાઓમાં લાઈવ જોઈ શકે છે. ફેન્સ મોબાઇલ, સ્માર્ટ ટીવી અથવા અન્ય ઉપકરણો પર JioHotstar દ્વારા મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકે છે.

T20I સિરીઝ માટે ટીમો

ભારત: શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, અભિષેક શર્મા, સૂર્યાંશ શેડગે, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજુ સેમસન, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

ઈંગ્લેન્ડ: હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, જેમ્સ કોલ્સ, જોર્ડન કોક્સ, સેમ કરન, લિયામ ડોસન, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જોશ ટંગ અને લ્યુક વુડ.