મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં પ્રથમવાર સ્કોર 600ને પાર 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામે અવિશ્વસનીય વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મહિલા ટ

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં પ્રથમવાર સ્કોર 600ને પાર 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામે અવિશ્વસનીય વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મહિલા ટેસ્ટમાં પ્રથમ વખત કોઈ ટીમે 600 રનનો આંકડો પાર કર્યો છે. ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ટીમ ઈન્ડિયા હવે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર ધરાવતી ટીમ બની ગઈ છે. બીજા દિવસના પ્રથમ સેશનની રમત સુધીમાં ભારતે 115 ઓવરમાં 6 વિકેટે 603 રન બનાવ્યા હતા. શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના બાદ વિકેટ કિપર રિચા ઘોસે પણ 86 રનની ઈનિંગ રમી હતી. તો કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 69 રન બનાવ્યા હતા. 

ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની મહિલા ટેસ્ટ મેચમાં બીજા દિવસે ભારતે દાવ ડિકલેર કર્યા બાદ ઓસ્ટ્રેલિયાની 48 ઓવરમાં 150 રનના સ્કોરે બે વિકેટ પડી છે. સાઉથ આફ્રિકા  હજુ 453 રન પાછળ છે. 

મહિલા ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત કોઈ ટીમે 600 રનનો આંકડો પાર કર્યો છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હતો, જે તેણે આ વર્ષે તે જ ટીમ સામે બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે 575 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટ ગુમાવીને દાવ ડિકલેર કર્યો હતો.

આ સમાચાર શેર કરો