મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મુંબઇ ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે આ ખેલાડી, બુમરાહને આરામ આપવામાં આવશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 1 નવેમ્બરથી મુંબઇમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચમાં ભારતીય ટીમમાં હર્ષિત રાણાન

મુંબઇ ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે આ ખેલાડી, બુમરાહને આરામ આપવામાં આવશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 1 નવેમ્બરથી મુંબઇમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચમાં ભારતીય ટીમમાં હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પહેલા પણ ટીમ સાથે ટ્રાવેલ કરી રહ્યો હતો પરંતુ બાદમાં રણજી ટ્રોફી માટે રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે તે ફરી ટીમમાં સામેલ થયો છે.

મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં હર્ષિત રાણાને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0ની લીડ મેળવી છે. ભારત પાસે મુંબઇમાં સમ્માન સાથે સિરીઝમાં વિદાય લેવાની તક છે.

હર્ષિત રાણાને મુંબઇ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક એટલા માટે પણ મળી શકે છે કારણ કે ટીમ મેનેજમેન્ટ વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહને અંતિમ ટેસ્ટ મેચમાં આરામ આપી શકે છે. બુમરાહ સતત ચાર ટેસ્ટ મેચ રમી ચુક્યો છે અને આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. એવામાં વર્કલોડને ધ્યાનમાં રાખતા ટીમ મેનેજમેન્ટ હર્ષિત રાણાને ભારતમાં તક આપી શકે છે કારણ કે તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પણ પસંદ કરવામાં આવ્યો છે.

IPLમાં હર્ષિત રાણાનું પ્રદર્શન

IPL 2024માં હર્ષિત રાણાએ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે 13 મેચમાં 19 વિકેટ ઝડપી છે. આ સિવાય તે ઘરેલુ ક્રિકેટમાં પણ સારી રમત બતાવી ચુક્યો છે અને તાજેતરમાં ફાઇવ વિકેટ હોલ પણ તેને રણજી મેચમાં ઝડપી છે. તે ત્રણ વ્હાઇટ બોલ સિરીઝમાં ટીમ સાથે હતો પરંતુ ડેબ્યૂની તક મળી નહતી. ત્રીજી ટેસ્ટ મેચમાં પેસર તરીકે હર્ષિત રાણાનો સમાવેશ થઇ શકે છે. આ સિવાય આકાશ દીપની જગ્યાએ મોહમ્મદ સિરાજ રમી શકે છે. આ રીતે સિરાજ અને હર્ષિત રાણાની જોડી મુંબઇમાં બોલિંગ કરતી જોવા મળી શકે છે.

આવી હોઇ શકે છે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટ કીપર), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન,વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ

આ સમાચાર શેર કરો