Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : The country's most powerful cricket board came to the side of visually impaired cricketers, BCCI made a big announcement

Sports: દૃષ્ટિહીન ક્રિકેટર્સને પડખે આવ્યું દેશનું સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડ, BCCIએ કરી મોટી જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Sports: દૃષ્ટિહીન ક્રિકેટર્સને પડખે આવ્યું દેશનું સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડ, BCCIએ કરી મોટી જાહેરાત
સોર્સ : GSTV

Indian Blind Cricket Team's Rewarded: મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને ભારતનું નામ રોશન કરનારા દૃષ્ટિહીન ક્રિકેટર્સ માટે આજે એક ઐતિહાસિક સમાચાર આવ્યા છે. ભારતની દૃષ્ટિહીન ક્રિકેટર્સની ટીમોની પડખે હવે દેશનું સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડ (BCCI) આવ્યું છે. જેના પગલે ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડ ઈન ઈન્ડિયા (CABI)એ BCCIનો આભાર માન્યો છે.

App Store

BCCIએ ભારતની દૃષ્ટિહીન ક્રિકેટ ટીમોને આર્થિક અને માળખાકીય રીતે મજબૂત કરવા માટે એક ભવ્ય રોડમેપ જાહેર કર્યો છે.

હવે આ ચેમ્પિયન્સને પણ ‘સ્ટાર’ જેવી સુવિધાઓ મળશે

વર્ષ 2012થી સતત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચનારા પુરુષ ખેલાડીઓ અને તાજેતરમાં જ વિજયી બનેલી મહિલા ટીમ માટે આ મોટી રાહત છે. કારણ કે BCCIએ આ ટીમો માટે મહત્ત્વની જાહેરાતો કરી છે:

વિદેશ પ્રવાસનો ખર્ચ: પુરુષ અને મહિલા બંને ટીમો માટે દર વર્ષે બે વિદેશી ટૂર્નામેન્ટમાં જવા-આવવાનો અને રહેવાનો તમામ ખર્ચ હવે BCCI ભોગવશે.

વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ: પ્રેક્ટિસ અને મેચો માટે હવે ખેલાડીઓને BCCI દ્વારા સમર્થિત અત્યાધુનિક સ્ટેડિયમો અને ગ્રાઉન્ડ્સની સુવિધા મળશે, જેથી તેઓ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ સાથે રમી શકે.

મેજબાનીની જવાબદારી: ભારતમાં યોજાનારી દ્વિપક્ષીય શ્રેણીઓ દરમિયાન વિદેશી ટીમો અને યજમાન ભારતીય ટીમના રહેવાની વ્યવસ્થા પણ બોર્ડ દ્વારા કરવામાં આવશે.

મહત્ત્વનું છે કે, આ નિર્ણય પાછળ ICC અને BCCI વચ્ચે થયેલી લાંબી અને સકારાત્મક ચર્ચાઓ જવાબદાર છે. આ સહયોગથી ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડ ઈન ઈન્ડિયા (CABI)ને મળતી આર્થિક મદદમાં જે ખોટ રહેતી હતી તે પુરાશે અને રમતનો વ્યાપ વૈશ્વિક સ્તરે વધશે.

એસોસિએશનના હોદ્દેદારોએ આ પગલાને ‘ઐતિહાસિક’ ગણાવતા કહ્યું છે કે, BCCIનો સાથ મળવો એ અમારા ખેલાડીઓ માટે ગૌરવની વાત છે અને આનાથી દૃષ્ટિહીન ક્રિકેટમાં એક નવા પ્રાણ ફૂંકાશે.